મુંબઈ,તા.૧૭
છેલ્લા થોડા દિવસથી ગણેશોત્સવની ઉજવણી તમામ જગ્યાએ થઇ રહી છે. ગણપતિ પૂજાની બોલબાલા બોલિવુડમાં પણ છે. બોલિવુડમાં પણ ધૂમધામથી ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ પહેલા ગણપતિ પૂજા અને વિસર્જન દરમિયાન અનેક સ્ટાર્સ ભક્તિમાં ડૂબેલા જાવા મળ્યાં હતા. હવે કિંગ ખાને પણ પોતાના ઘરના ગણપતિની ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. જાકે, આ ફોટોમાં ગણપતિજી ઉપરાંત કંઇક ખાસ છે.
શાહરૂખે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શૅર કરી છે, આ ફોટોમાં ગણપતિની મૂર્તિ આગળ અબરામ ઉભો છે, આ ફોટો સાથે શાહરૂખે કેપ્શન લખ્યુ છે કે, ”અમારા ઘરે ગણપતિ પપ્પા કહેવામાં આવે છે. અબરામ તેમણે પપ્પા કહીને બોલાવે છે.”
કિંગ ખાન તમામ તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવે છે. આ પહેલા શાહરૂખે પોતાના ઘરે જન્માષ્ટમી દરમિયાન મટકીફોડ પણ કરી હતી. શાહરૂખ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઝીરો’માં જાવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




