બજારમાં કડાકો : સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો આખરે ઘટાડો

0
7

મુંબઇ,તા. ૫
શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે અને ધનતેરસના દિવસે જારદાર કડાકો બોલી ગયો હતો. ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. કારોબારના અંતે ઉદાસીન માહોલ વચ્ચે સેંસેક્સમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૩૪૯૫૧ રહી હતી. આવી જ રીતે નિફ્ટી ૨૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૨૪ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫ હજારની સપાટી ગુમાવી દીધી હતી. એક્સીસ બેંકના શેરમાં બે ટકાનો સુધારો રહ્યો હતો. બીએસઈ લિસ્ટેડ કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં પણ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે આદિત્ય બિરલા, ગ્રેફાઈડ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. ગુરુવારના દિવસે એમઆરએફ અને શુક્રવારના દિવસે ટાઈટન કંપની, ઈન્ડિયન બેંક, ઈન્ડિયા સિમેન્ટના પરિણામ જાહેર થશે.અલબત્ત છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૬૬૨ પોઇન્ટનો અથવા તો પાંચ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૫૨૩ પોઇન્ટનો અથવા તો પાંચ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૫૩ રહી હતી. હવે તહેવાર સાથે જાડાયેલા સપ્તાહ દરમિયાન પાંચ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે. ઇરાન સામે લાદવામાં આવેલા અમેરિકાના પ્રતિબંધોની અસર જાવા મળશે. આ ઉપરાંત સ્પેશિયલ મુર્હૂત કારોબાર, ફેડ રિઝર્વ પોલિસીની બેઠક, કમાણીના આંકડાની અસર જાવા મળી શકે છે. સાઉદી અરેબિયા જેવા મોટા ઓપેક દેશે પણ ભારતની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી છે. આવી સ્થિતિમાં ઇરાન પરના પ્રતિબંધ તાત્કાલિક ધોરણે ભારતની ક્રૂડ ઉત્પાદન અને માંગ ઉપર કોઇ અસર પડશે નહીં. કારણ કે, સાઉદી અરેબિયાએ આને લઇને તૈયારી દર્શાવી છે.યુએસ ફેડ રિઝર્વની બે દિવસની પોલિસી સમીક્ષા બેઠક બુધવારથી શરૂ થશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે, છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં પોલિસી રેટમાં સાત વખત વધારો કરવામાં આવ્યા બાદ અમેરિકાની રિઝર્વ બેંક દ્વારા પ પોલિસી રેટમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. અમેરિકામાં પોલિસી રેટ ૨-૨.૨૫ ટકા રહેલો છે. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. અમેરિકામાં વ્યાજદરને લઇને ચર્ચા અને દહેશત છે. કોસ્પી ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો.શેરબજારમાં મુર્હૂત કારોબાર ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મૂર્હૂત કારોબાર દિવાળીના દિવસે હાથ ધરવામાં આવનાર છે. નવા હિન્દુ કેલેન્ડર સંવત ૨૦૭૫ની શરૂઆતના દિવસે મુર્હૂત કારોબાર હાથ ધરવામાં આવશે. પહેલાથી જ નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ મુર્હૂત કારોબાર સાંજે પાંચ વાગ્યાથી લઇને ૬.૩૦ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. ૨૦૧૭માં મુર્હૂત કારોબારનો ગાળો સાંજે ૬.૩૦ વાગ્યાથી લઇને ૭.૩૦ વાગ્યા વચ્ચેનો એક કલાકનો રહ્યો હતો જ્યારે ૨૦૧૬માં મુર્હૂત કારોબાર સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે રાખવામાં આવ્યો હતો. ઇતિહાસ દર્શાવે છે કે, બીએસઈ સેંસેક્સ દર વર્ષે મુર્હૂત કારોબાર દરમિયાન તેજીમાં રહે છે. ૨૮મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયો હતો. તે દિવસે ઇન્ડેક્સમાં ૫.૮૬ ટકાનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૯૦૦૮ સુધી રહી હતી. ડેટા દર્શાવે છે કે, ૨૦૦૫ બાદથી ૧૨ મુર્હૂત કારોબાર પૈકી ૧૦માં તેજી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે મુર્હૂત કારોબારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે..

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY