‘બ્લેક ફ્રાઈડે’ : સેન્સેક્સમાં ૧૫૦૦ પોઈન્ટના કડાકા બાદ અંતે ૨૮૦ પોઈન્ટ તૂટ્યા

0
5

ગાંધીનગર,તા.૨૧
શુક્રવારે ભારે ઉતાર-ચઢાવ બાદ મ્જીઈ સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો. સવારે વેલ્યૂ બાઈંગથી ૩૦૦ પોઈન્ટ્‌સ વધ્યા બાદ સેન્સેક્સ બપોરે ૧ વાગ્યે ગભરાટભરી વેચવાલીથી અચાનક ૧૧૨૭.૫૮ પોઈન્ટ્‌સ ઘટી ૩૫,૯૯૩.૬૪ની ઈન્ટ્રા ડેની નીચી સપાટીને સ્પર્શી ગયો હતો જ્યારે નિફ્ટી પણ ૩૬૭ પોઈન્ટ્‌સ ગગડી ગયો હતો જાકે, નીચા મથાળે ફરી લેવાલીથી ૧.૩૦ વાગ્યા બાદ બજાર રિકવરી થયું હતું.
શેર બજારમાં શુક્રવારે જારદાર ઊથલપાથલ જાવા મળી છે. આજે સેન્સેક્સમાં અચાનક ૧૫૦૦ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. ‘બ્લેક ફ્રાઇડે’ની આશંકા સાથે રોકાણકારોનો શ્વાસ થોડા સમય માટે તો જાણે રોકાઇ ગયો હતો. પરંતુ બજારમાં જેટલો જલ્દી કડાકો આવ્યો તેટલો જ જલ્દી ઉછાળો પણ આવી ગયો હતો.
ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના શેર્સમાં કડાકો બોલ્યો હતો. હાલ નિષ્ણાતોનું કહેવું છે કે શેરહોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. આ કડાકાને કારણે ડ્ઢૐહ્લન્નો શેર ૫૦% અને યસ બેન્કનો શેર ૩૦% સુધી પડી ગયો હતો.
યસ બેન્કના સીઇઓ રાણા કપૂરનો કાર્યકાળ સમય કરતાં પહેલાં પુરો કરવાના આરબીઆઈના નિર્ણયની બેન્કના અનેક શેરો પર ઘણી અસર પડી છે. રાણા કપૂર ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ રિટાયર થવાના હતા પરંતુ આરબીઆઈ તેમના ૩ વર્ષના કાર્યકાળને અત્યારથી જ ટુંકાવી દીધો છે.
કેન્દ્રીય બેન્કે આ કાર્યવાહીથી બેન્કિંગ સેકટરના મેનેજમેન્ટથી લઇ કેન્દ્ર સરકાર સુધ્ધાંને કડક સંદેશો આપ્યો છે. શુક્રવારના રોજ યસ બેન્કના શેરોમાં અંદાજે એક તૃત્યાંશ સુધીનો ઘટાડો જાવા મળ્યો છે. આથી બેન્કની માર્કેટકેપમાં એક ઝાટકે ૩ અબજ ડોલર એટલે કે અંદાજે ૨૧૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો આવી ચૂકયો છે.
મહત્વનું છે કે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં આજે બજાર ગ્રીનમાં ખુલ્યું હતું. તેમાં બીએસઇની ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ ૩૦૫.૮૮ અંક એટલે કે ૦.૮૨ ટકાના સુધારા સાથે ૩૭૪૨૭ પર અને નિફ્ટી ૮૪ અંકની તેજી સાથે ૧૧૩૧૮ પર ખુલ્યાં હતાં.
શેરબજારમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જારદાર ઉથલ-પાથલ જાવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ દેખાઈ. પરંતુ અચાનક શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ધડામ કરતાં પછડાયા. એક સમયે સેન્સેકસમાં અંદાજે ૧૫૦૦ અંકનું ગાબડું પડી ગયું હતું, જે નોટબંધી બાદ સૌથી મોટો કડાકો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી પણ ૧૧૦૦૦ના આંકડાથી નીચે આવી ગઇ હતી. જા કે ટૂંક સમયમાં જ બજારે તેજી સાથે રિકવરી કરી લીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY