સેન્સેક્સ ૭૧૮ પોઈન્ટ વધી ૩૪૦૬૭ અને નિફ્ટી ૨૨૦ અંક વધી ૧૦૨૫૦ પર બંધ શેરબજારમાં દિવાળી : સેન્સેક્સમાં ૭૧૮ પોઈન્ટનો હાઈ જમ્પ

0
8

મુંબઈ,તા.૨૯
સોમવારે શેરબજારમાં રાહત રેલી જાવા મળી હતી. ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે વેલ્યૂ બાઈંગથી મ્જીઈ સેન્સેક્સ ૨.૧૫ ટકા વધીને બંધ રહ્યો હતો.
દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૪,૧૫૪.૬૦ અને નીચામાં ૩૩,૩૪૧.૮૦ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૭૧૮.૦૯ પોઈન્ટ્‌સના ઉછાળા સાથે ૩૪,૦૬૭.૪૦ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચંજનો નિફ્ટી ઉપરમાં ૧૦,૨૭૫.૩૦ અને નીચામાં ૧૦,૦૨૦.૩૫ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૨૦.૮૫ પોઈન્ટ્‌સ (૨.૨૦ ટકા)વધી ૧૦,૨૫૦.૮૫ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૨.૮૦ ટકા અને ૨.૦૬ ટકા વધીને બંધ રહ્યા હતા. સોમવારે બપોરે ફાર્મા, કેપિટલ ગૂડ્‌ઝ, રિયલ્ટી, બેન્ક, પાવર શેર્સમાં ભારે લેવાલી જાવા મળી હતી. આજે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
આજે વધેલા મુખ્ય શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ૧૧.૪૬ ટકા, એસબીઆઈ ૭.૯૦ ટકા, અદાણી પોટ્‌ર્સ ૬.૬૨ ટકા, એલ એન્ડ ટી ૫.૧૫ ટકા, એક્સિસ બેન્ક ૪.૯૬ ટકા, રિલાયન્સ ૩.૯૬ ટકા વધ્યા હતા જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૩૬ ટકા, ભારતી એરટેલ ૧.૭૧ ટકા, એચડીએફસી બેન્ક ૧.૬૪ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સના ૩૧માંથી ૨૪ શેરમાં જારદાર ખરીદી થઇ રહી હતી. જ્યારે ૬ શેર રેડ માર્કમાં હતા અને એક શેરનો ભાવ સ્થિર હતો. ત્યાજ નિફ્ટીના ૫૦ શેર્સમાં ૪૧ ગ્રીન માર્કમાં હતા. જ્યારે ૭ શેરમાં વેચવાલી થઇ રહી હતી અને ૨ શેરની કિંમતમાં કોઇ ફેરફાર થયો ન હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY