તાપી જિલ્લામાં શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

0
10

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનકેન્દ્ર, કલેકટર કચેરી, તાપી-વ્યારાના સંયુકત ઉપક્રમે તા. ૨૫મી, જૂનથી જિલ્લામાં શાળા સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત તા. ૨૫મી, જૂનના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બાયસેગના માધ્યમથી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં વ્યારા ખાતે આવેલી કે.બી.પટેલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તાપી જિલ્લાના અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા દ્વારા શાળા સલામતિ સપ્તાહ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર એન.કે ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલા શાળા સલામતિ સપ્તાહ કાર્યક્રમ અન્વયે એન.ડી.આર.એફ ૬ બટાલિયનના ઇન્સપેકટર ચન્દ્રશેખરના નેતૃત્વમાં જિલ્લાની તમામ સરકારી અને ગ્રાંટ ઇન એઇડ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુર, વાવાઝોડું, આગ, ભૂકંપ તથા અન્ય આપત્તિઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વ્યારા અને સોનગઢ નગરપાલિકા દ્વારા મોટી શાળાઓમાં ફાયર ડેમો, ૧૦૮ જી.વી.કે દ્વારા ડેમોન્સ્ટ્રેશન તથા એન.ડી.આર.એફ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરી બાળકોને અલગ અલગ પ્રકારની આપત્તિઓ સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. એન.ડી.આર.એફ દ્વારા વિદ્યાર્થીઓને દરેક તે આફત સમયે કેવી રીતે બચાવ કરવો તે અંગે ડેમોન્સ્ટરેશન અને પ્રેકટીકલ માહિતી આપવામાં આવી રહી હોવાનું અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયા તરફથી જણાવાયું છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY