(સંપૂર્ણ સમાચાર સેવા)
લોસએન્જલસ,તા. ૩૦
ધ એક્સ ફેક્ટર વિજેતા જેમ્સ આર્થરે ચોંકાવનારો ધડાકો કરતા કહ્યુ છે કે ગાયિકા રીટા ઓરાના કારણે તે સેક્સ એડિક્ટ બની ગયો છે. તેનુ કહેવુ છે કે રિટા સાથે તેના પ્રેમ સંબંધનો અંત આવ્યા બાદ તે હવે સેક્સની ટેવથી ગ્રસ્ત બની ગયો છે. તેનુ કહેવુ છે કે તેના ફ્લેટ પર નિયમિતરીતે મહિલાઓ અને યુવતિઓ આવતી રહે છે. આ તમામ સેક્સ માટે આવતી રહે છે. સન સાથેની વાતચીતમાં જેમ્સ આર્થરે આ મુજબની વાત કરી છે. તેનુ કહેવુ છે કે તે સેક્સની ટેવના કારણે પરેશાન પણ થયેલો છે. પોતાની આત્મકથા બેક ટુ ધ બોયમાં આર્થરે પોતાની સેક્સની ટેવ અંગે વાત કરી છે. તેનુ કહેવુ છે કે જો તે ઇમાનદારી સાથે કહે તો રિટા સાથે નજીકના સંબંધના કારણે તે સેક્સ એડિક્ટ બની ગયો છે. તે ટ્વીટર મારફતે સેંકડો મહિલાઓની સાથે નંબરોની આપલે કરી ચુક્યો છે. ત્યારબાદ તે ઓનલાઇન ચેટિંગ કરતા હતો. અથવા તો વોટ્સએપ પર વાત કરતો હતો. તેનુ કહેવુ છે કે તે એટલી બધી મહિલાઓ સાથે સેક્સ સંબંધ સ્થાપિત કરી ચુક્યો છે કે હવે તેને યાદ નથી. આર્થરે વર્ષ ૨૦૧૨માં ટીવી લાઇવ શો ધ એક્સ ફેક્ટરમાં વિજેતા તરીકે ઉભરી આવ્યો હતો. રીટા એ વખતે લાઇવ શોમાં ગેસ્ટ તરીકે હતી. તે જેમ્સને મળવા માટે કહી ચુકી હતી.
તેનુ કહેવુ છે કે તેને અંદાજ ન હતો કે રીટા જેવી યુવતિ તેને મળવામાં રસ રાખી શકે છે. રીટા સાથે કેટલીક રાત્રી તે ગાળી ચુક્યો છે. આર્થરના આ નિવેદનના સંબંધમાં ઓરા તરફથી હાલમાં કોઇ નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. જા કે રીટાના ચાહકોમાં આને લઇને ભારે ચર્ચા છે.
રિટા ઓરા સાથે તેના પ્રેમ પ્રકરણનો અંત આવ્યા બાદ તે હવે સેક્સ એડિક્ટ બની ચુક્યો : ગાયક જેમ્સ આર્થર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"