તા. ૨૯મી, જૂનના રોજ રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તાપી જિલ્લાની મુલાકાતે આવનારા મહેસૂલ મંત્રી સવારે ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાનારી જિલ્લા સંકલન સમિતિની બેઠક, સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા આયોજન મંડળની બેઠક, બપોરે ૧૨:૧૫ કલાકે વિકાસશીલ તાલુકા તથા એટીવીટીની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૦૩:૦૦ કલાકે તેઓ સરકીટ હાઉસ, વ્યારા ખાતે તાપી જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજાશે તથા બપોરે ૦૪:૦૦ કલાકે તાપી જિલ્લાના પ્રેસ અને મીડીયાના મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ૦૪:૩૦ કલાકે તેઓ બારડોલી જવા રવાના થશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




