પટના,તા.૨૩
બિહારમાં પ્લાસ્ટિકની કેરી બેગના ઉપયોગ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૨૫ ઓક્ટોબરથી દરેક પ્રકારની પ્લાસ્ટિકની કેરી બેગના વપરાશ પર બિહારમાં પ્રતિબંધ અમલી બની જશે. પટના હાઈકોર્ટના ચુકાદા બાદ બિહારની જેડીયુ-ભાજપની નીતિશ કુમારની આગેવાનીવાળી ગઠબંધન સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર રાજ્યમાં રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. પહેલા પટના હાઈકોર્ટના નિર્દેશ પર પ્રતિબંધ ૨૪ સપ્ટેમ્બરથી અમલી બનાવાનો હતો. પરંતુ સરકારે આની તૈયારી માટે એક માસનો સમય લીધો હતો.
પર્યાવરણ અને વન મંત્રાલયે આનું જાહેરનામું બહાર પાડયું છે. જાહેનામા મુજબ પોલીથિનના ઉત્પાદન અને તેના વારંવાર ઉપયોગ પર પાંચ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાના દંડની જાગવાઈને મંજૂરી આપવામાં આવી છે. માત્ર પચાસ માઈક્રોન જ નહીં. પરંતુ તમામ પ્રકારની પ્લાસ્ટિકની કેરી બેગ પર રોક રહહેશે. જા કે સરકારે અત્યાર સુધીના સ્ટોકની ખપત માટે ૬૦ દિવસની મહેતલ આપી છે. પંદરમી ડિસેમ્બરથી પોલીથિનના ઉપયોગ પર દંડની પ્રક્રિયા શરૂ થઈ જશે. પ્રતિબંધમાં માત્ર પ્લાસ્ટિક કેરી બેગ પ્રતિબંધિત રહેશે.
પરંતુ બાયો વેસ્ટના સંગ્રહણ અને ભંડારણ માટે ઉપયોગમાં લેવાતી પચાસ માઈક્રોનથી વધારેની કેરી બેગ પર પ્રતિબંધ લાગુ કરવામાં નહીં આવે. તેની સાથે જ તમામ પ્રકારના ખાદ્ય અને અન્ય પદાર્થોના પેકેજિંગ, દૂધ અને વૃક્ષ ઉગાડવાના ઉપયોગમાં આવનારી પ્લાસ્ટિકની બેગ પર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે. બિહાર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ૨૫મી ઓક્ટોબરે શહેરોમાં પોલીથિનના સંપૂર્ણ પ્રતિબંધ બાદ ૨૫ નવેમ્બરથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ આના પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




