ભોંસલેનો પ્રીમિયર બુસન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે

0
17

મનોજ બાજપેયી મુખ્ય રોલ કરી રહ્યો છે
મુંબઈ,તા.૫
વિશિષ્ટ અભિનય દ્વારા પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ભોંસલેનો પ્રીમિયર ૨૩મા બુસન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે એવી જાણકારી મળી હતી.
ચાલુ વર્ષની ચોથીથી ૧૩મી ઓક્ટોબર સુધી યોજાનારા આ ફેસ્ટિવલમાં અ વિન્ડો ઓન એશિયન સિનેમા સેક્શનમાં રજૂ થનારી ભોંસલે ફિલ્મને કીમ જિસૌક એવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું છે. જ્યુરીએ પસંદ કરેલી બે ફિલ્મોને ફાઇનલ સેરિમનીમાં અપાનારા આ એવોર્ડમાં ૧૦ હજાર અમેરિકી ડોલર્સનો સમાવેશ થાય છે.
દેવાશિષ મખીજાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફાઇનલ સેરિમની ૧૩મી એાક્ટોબરે થવાની છે. દેવાશિષે કહ્યું કે આ ફેસ્ટિવલમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજવાનું અમને મળેલું આમંત્રણ અમારા માટે ગૌરવદાયી વાત છે. આ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે અને એમાં અમારી ફિલ્મનો પ્રીમિયર યોજાય એટલે એને વૈશ્વિક (ગ્લોબલ) ઓડિયન્સ મળશે.
મનેજ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરવા ઉપરાંત આ ફિલ્મનો સહનિર્માતા છે. એણે કહ્યું કે બોલિવૂડમાં મને પચીસ વર્ષ થયાં એ સમયે આ ફિલ્મને બુસન ફિલ્મ્સ ફેસ્ટિવલનું નિમંત્રણ મળ્યું એથી હું ખૂબ ખુશ છું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY