મેં કદી કોઇ સ્ક્રીપ્ટ આખી સાંભળી નથી : શાહરુખ ખાન

0
12

મુંબઈ,તા.૧૮
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે મેં કદી કોઇ સ્ક્રીપ્ટ આખી સાંભળી નથી. તમે નહીં માનો પરંતુ મને સ્ક્રીપ્ટમાં સમજ પડતી નથી.
કરણ જાહરની શાહરુખ ખાનને કાજાલ અને રાની મુખરજી ચોપરા સાથે ચમકાવતી હિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈની વીસમી જયંતીની ઊજવણી નિમિત્તે યોજાએલી પાર્ટીમાં બોલતાં શાહરુખે કહ્યું કે મને ફિલ્મોદ્યોગમાં પચીસ વર્ષ થયાં. મારી ઘણી ફિલ્મો હિટ નીવડી છે પરંતુ તમે સાચું માનજા, મેં કદી કોઇ સ્ક્રીપ્ટ આખેઆખી સાંભળી નથી. મને સ્ટોરી લાઇન કહેવામાં આવે એ મને ગળે ઊતરે તો મેં ફિલ્મ કરવાની હા પાડી છે.’આજે હું કહું તો કોઇ માનશે નહીં પરંતુ મને સ્ક્રીપ્ટમાં કદી સમજ પડી નથી. મને સ્ક્રીપ્ટની નકલ આપવામાં આવે ત્યારે કદી આખી સ્ક્રીપ્ટ હું વાંચી શકિયો નથી, માત્ર મારા પાત્રના સંવાદો યાદ કરી લીધા છે અને સેટ પર શોટ આપ્યા છે.’
એણે કહ્યું કે મેં મોટે ભાગે ડાયરેક્ટરની સૂઝબૂઝ પર ભરોસો રાખીને કામ કર્યું છે અને મોટે ભાગે મારી આંતરસૂઝ (ઇન્ટયુઇશન) ખરી પડી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY