મુંબઈ,તા.૧૮
અત્યાર સુધી રોમાન્ટિક બાયના રોલ કરનારા અભિનેતા અલી ફઝલને હવે તમે ગેંગસ્ટરના રોલમાં જુઓ તો નવાઇ નહીં પામતા.
એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા બની રહેલી વેબ સિરિઝ મિર્ઝાપુરનું બીજું ટીઝર તાજેતરમાં રજૂ થયું હતું જેમાં અભિનેતા અલી ફઝલ ગેંગસ્ટર તરીકે રજૂ થઇ રહ્યો છે. અત્યાર અગાઉ રજૂ થયેલા પહેલા ટીઝરમાં અભિનેતા પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાના પાત્રમાં રજૂ થઇ ચુક્યો છે.
બીજા ટીઝરમાં અલી ફઝલ એક ઘાતકી ગેંગસ્ટર તરીકે રજૂ થઇ રહ્યો છે. જા કે ખૂબીપૂર્વક એના ચહેરાને સંતાડવામાં આવ્યો હતો. માત્ર એનું શરીર નજરે પડે છે. એ ગુડ્ડુ પંડિતનો રોલ કરે છે જે વિચારે છે ઓછું પરંતુ હત્યા વધુ કરે છે.
વિડિયો ક્લીપમાં ગુડ્ડુ પોતાની રીતે હત્યાના નિયમો રજૂ કરે છે. એના અવાજનો રણકાર બદલાયેલો છે પરંતુ એમાં રહેલી નિર્દયતા સમજી શકાય છે. એ કહે છે કે જેની હત્યા કરવાની હોય એને અમે ઓળખીએ નહીં એ જ બહેતર છે. ‘હત્યાના કેટલાક નિયમો છે. તમે શિકારને ઓળખતાં ન હો તો કામ સહેલું બની જાય છે. હું ગુડ્ડુ પંડિત છું. હવે મિર્ઝાપુરમાં કાળો કેર વર્તાવવાનો છું’ એમ અલીના કંઠમાં સંવાદ સંભળાય છે.
વેબ સિરિઝના કથાસારમાં જણાવાયા મુજબ મિર્ઝાપુરમાં તમારું સ્વાગત છે. આ એક એવો પ્રદેશ છે જ્યાં કાયદાનું રાજ પ્રવર્તતું નથી. માત્ર અને માત્ર થથરાવી દેતી એક્શન અહીં જાવા મળશે જે ઓડિયન્સને જકડી રાખશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





