હોલીવુડ હોરર ફિલ્મ ધ નને અધધ ૯૪૩ કરોડની કમાણી કરી

0
124

મુંબઈ,તા.૧૮
હોલીવુડની હોરર ફિલ્મ ‘ધ નન’ એ દુનિયાભરમાં જારદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ ધ કજ્યુંરીંગ ફ્રેન્ચાઇઝીની સિક્વલ ફિલ્મ છે. ધ નન એ વીક એન્ડમાં જ તેના મેકિંગ કરતાં ૬ ગણી વધુ કમાણી કરી છે.
જાણીતા આર્થિક મેગેઝીન ફોર્બ્સના રીપોર્ટ પ્રમાણે ૧૫૮.૪ કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. જ્યારે ફિલ્મે પહેલા વીક એન્ડમાં ૯૪૩.૨ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતના બજારોમાં પણ ધૂમ કમાણી કરી છે.
ભારતમાં આ ફિલ્મે રીલીઝ થયાના પહેલા જ દિવસે ૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.ધ નન ભારતમાં ક્ન્ય્યુરીંગ સીરીઝની સૌથી મોટી અને સારી ઓપનર ફિલ્મ સાબિત થઇ હતી.
ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે ભારતમાં ધ નન ફિલ્મે ઓપનીંગ વીકેંડમાં કુલ ૨૮.૫૦ કરોડની નેટ કમાણી કરી છે. જા કે રવિવારે ધાર્યા જેટલું કલેક્શન આ ફિલ્મ દ્વારા થઇ શક્્યું નહોતુ.
આ ફિલ્મે શુક્રવારે ૮ કરોડ, શનિવારે ૧૦.૨૦ કરોડ અને રવિવારે ૧૦ કરોડની કમાણી કરી છે. ભારતમાં કુલ ૧૬૦ ૩ સ્ક્રીનમાં આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી છે. માત્ર ચાર દિવસમાં આ ફિલ્મે ૩૦ કરોડથી વધારે કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઘણી હોરર છે. તેમાં શેતાન અને ચર્ચ વચ્ચેની લડાઈને દર્શાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY