ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાંથી તસ્કરો દાન પેટી ઉઠાવી જતા ચકચાર

0
23

મંદિરમાં ચોરી કરતા તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયા હતાં.

ગતરાત્રીના તસ્કરો દ્રારા શક્તિનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ચોરી કરી પલાયન થઈ જતાં સમગ્ર વીસ્તાર માં ચકચાર મચી જવા પામી હતી.જયારે ચોરીની ઘટના મંદિરમાં રાખેલ સીસીટીવી કેમરા કેદ થઈ જાવા પામી છે.પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ગુનેગારોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

શહેરના મુખ્ય માર્ગ શક્તિનાથ વિસ્તારમાં તસ્કરોએ ભગવાનને પણ બાકી ન રાખ્યા મંદિરનો દરવાજા તોડી એક મોટી તેમજ ૬ નાની દાન પેટી ઉઠાવી જઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.જોકે સમગ્ર ચોરીની ઘટના ચોરીની ઘટના મંદિરમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમરાઓમાં કેદ થઈ જવા પામી છે.ત્યારે બિન્દાસ ભગવાનના ઘરમાં ચોરી કરતા તસ્કરો જાણે પોલીસને પડકાર ફેકતા હોય તેવું માલુમ પડે છે.

ચોરી અંગેની જાણ શક્તિનાથ મહાદેવના મેનેજીંગ ટ્રસ્ટી માનસીંગ રાણાને કરાતા તેઓ પણ મંદિરે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે કરી હતી.ટ્રસ્ટી દ્વારા ચોરી થયાની જાણ કરાતા જ તુરંત પોલીસ ટીમ મંદીર ખાતે દોડી આવી હતી અને સી.સી.ટી.વી ફૂટેજ મેળવી ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.ભરૂચ.
મો:-990473000.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY