ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિની દિશામાં હવે વધારે ઝડપથી આગળ વધવાના સંકેત આપી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે આવતીકાલે એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે થનાર સંરક્ષણ સહકાર મંત્રણા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
આ મંત્રણા હજુ સુધી રહેલી ભારત સરકારો અને અમેરિકા વચ્ચેની મંત્રણા કરતા અલગ પ્રકારની મંત્રણા છે. હવે બંને દેશો અભાસી સામ્રાજ્યવાદથી ઉપર ઉઠીને ઔપચારિકતાથી પણ ઉપર ઉઠીને રાજકીય ગંભીર વિષયો અને ટેકનિકલ અડચણો પર ચર્ચા કરનાર છે. હવે તો સામાન્ય સી બાબત થઇ ગઇ છે કે ભારતના દ્ધિપક્ષીય સંબંધોના મામલામાં જાડાયેલા લોકો પણ જાણે છે કે પહેલા વાતચીત થશે અને ત્યારબાદ સમજુતી કરવામાં આવનાર છે. દસ્તાવેજા પર હસ્તાક્ષર કરવાની બાબત સામાન્ય છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ માત્ર ઔપતારિક દ્ધિપક્ષીય ન રહીને હિન્દ પ્રશાંત ક્ષેત્ર અને હિન્દ મહાસાગરમાં રહેલી સ્થતીમાં મોટી ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. સાથે સાથે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકારને વધારી દેવા માટે મેક ઇન ઇન્ડયા હેઠળ ભારત માટે અમેરિકા છત્રછાયા હેઠળ ત્રાસવાદ વિરોધી ઓપરેશનમાં તેની ભૂમિકા વધી રહી છે. તમામ નિષ્ણાંતોની નજર આવતીકાલે છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે થનાર સંરક્ષણ સહકાર મંત્રણા ખુબ ઉપયોગી ગણવામાં આવે છે.
આ વાતચીત હજુ સુધીની ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીત કરતા અલગ વાતચીત છે. બંને પક્ષો જુદા જુદા વિષય પર વાતચીત કરનાર છે. લોજિસ્ટક સપ્લાય એગ્રીમેન્ટ, કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સિક્યુરિટી અને બીઇસીએ બેઝિક એક્સચેંજ એન્ડ કો ઓપરેશન એગ્રીમેન્ટને લઇને ચર્ચા કરવામાં આવનાર છે. આ તમામ પ્રકારની સમજુતીના કારણે ભારતના દરિયાઇ ક્ષેત્રો અને અન્ય દ્ધિપક્ષીય સૈન્ય અભ્યાસમાં સૈન્ય સહકારને પ્રોત્સાહન અને સહકાર મળશે. ભારતીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશી સચિવ માઇક પોમ્પોઓ વચ્ચે આ બેઠક થનાર છે. આ વાતચીત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા પ્રાણ ફુંકવામાં પણ મદદ કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને વધારે મજબુત કરવામાં આ વાતચીત ઉપયોગી સાબિત થનાર છે.
સંબંધોને સ્થરતા આપવામા ંપણ તે મદદરૂપ થશે. આ બેઠક જા અમેરિકી પ્રધાન સીધી રીતે ભારત આવ્યા હોત તો વધારે ફળદાયી રહી હોત. અમેરિકી પ્રતિનિધીમંડળ ભારત આવતા પહેલા પાકિસ્તાનમાં છે. આ પ્રતિનિધીમંડળે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત કરી છે. આવી સ્થતીમાં તેમની પાકિસ્તાન સાથે શુ વાતચીત થઇ છે તે બાબત પણ ભારતને ધ્યાનમાં રાખવી પડશે. તેની સાથે સાવચેતીપૂર્વક વાતચીતને આગળ વધારી દેવાની જરૂર પડશે. પાકિસ્તાનને મળેલા મહત્વના મામલે અમેરિકી પ્રતિનિધીમંડળ મામલે ડોનાલ્ડ ટ્મ્પને દરમિયાનગીરી કરવાની જરૂર છે. કારણ કે ભારત માટે તે હમેંશા પિડાજનક બાબત રહી છે.
અમેરિકા સ્થત સંચાર સાધનોની સજ્જ સી-૧૭૦, સી-૧૭ અને પી-૮૧ અને અપાચે હેલિકોપ્ટરના મામલે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે. બે સૌથી જુના અને મોટા લોકશાહી દેશો વચ્ચે જે મંત્રણા થનાર છે તેના પર વિશ્વના દેશોની નજર રહી શકે છે. ડિફેન્સના મામલે થનાર વાતચીત સંવેદનશીલ હોવાની સાથે સાથે ગંભીર પણ છે. કેટલાક એવા પેન્ડિંગ મામલે પણ ચર્ચા કરવામાં આવનાર છે. જે અમેરિકી સંરક્ષણ પ્રધાન એસ્ટન કાર્ટલ એપ્રિલ ૨૦૧૬માં ભારત આવ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ ૧૯૯૫માં પ્રથમ વખત એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે પ્રતિકાત્મક સંંબંધોમાં પ્રગતિ જાવા મળી હતી. વર્ષ ૨૦૧૦માં અમેરિકના સંયુક્ત સેન્ય પ્રમુખ એડમિરલ માઇક મુલેન ભારત આવ્યા હતા.શિખર વાતચીત કેટલાક કારણોસર ઉપયોગી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



