શરમન જોષી કાશી ઈન સર્ચ ઓફ ગંગા નામની રોમેન્ટિક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે

0
170

મુંબઈ,તા.૧૪
શરમન જોષી હવે ‘કાશી-ઇન સર્ચ ઓફ ગંગા‘ નામની રોમાન્ટીક થ્રિલર ફિલ્મ કરી રહ્યો છે. કાશી એટલે કે વારાણસી હિન્દી ફિલ્મકારોને હમેંશા આકર્ષતુ રહ્યુ છે. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરીની પૃષ્ઠભૂમિ પર અનેક ફિલ્મો બની ગઇ છે. જેના જોનર અલગ-અલગ હતાં.
ફિલ્મકારોએ પોત પોતાની રીતે કાશીને પરદા પર દેખાડ્યું છે. ફરી એક વખત કાશી-ઇન સર્ચ ઓફ ગંગા નામની ફિલ્મ બની રહી છે. જેમાં શરમન જોષી મુખ્ય રોલમાં છે. ઐશ્વર્યા દિવાન નામની અભિનેત્રી આ ફિલ્મથી બોલીવૂડની કારકિર્દી શરૂ કરી રહી છે. તે દેવિના નામનું પાત્ર ભજવી રહી છે.
તે હાઇપ્રોફાઇલ જર્નાલિસ્ટ છે. ફિલ્મની કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે કાશીની બહેન ગંગા ગૂમ થઇ જાય છે. કાશી અને દેવીના સાથે મળી ગંગાને શોધવા નીકળે છે. કાશીનો રોલ શરમનને મળ્યો છે. ૨૧મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY