મારે અક્ષય કુમાર જેવા અભિનેતા બનવું છે ; રણવીર સિંઘ

0
83

મુંબઈ,તા.૧૪
ટોચના અભિનેતા રણવીર સિંઘે કહ્યુ હતું કે મારે અક્ષય કુમાર જેવા અભિનેતા બનવું છે. એ એક્શનનો, સામાજિક ઉદ્દેશલક્ષી ફિલ્મોનો અને કોમેડીનો એમ બધી જાતની ફિલ્મોના અભિનય દ્વારા પંકાયેલો છે.
હાલ રણવીર રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહ્યો છે જેમાં એ એક ધૂની અને તરંગી પોલીસ ઇન્સ્પેક્ટરન રોલ કરે છે. તાજેતરના રણવીર સિંઘના બર્થ ડે પર શુભેચ્છા પાઠવતાં અક્ષય કુમારે એને સુરંગ (ડાઇનેમાઇટ) અને અત્યંત તરવરિયા (ડાઇનેમિક ) અભિનેતા તરીકે ઓળખાવ્યો હતો. રણવીરે ડાઇનેમિક શબ્દને પસંદ કરી લીધો હતો અને કહ્યુ હતું કે ખરો ડાઇનેમિક અભિનેતા અક્ષય કુમાર છે. મારે એના જેવા બનવું છે.
અક્ષય માર્શલ આટ્‌ર્સમાં પણ નિપુણ છે. એ સતત ફિટ રહેતો હોય છે અને પોતાની ફિલ્મોમાં ડાયરેક્ટરની જે અપેક્ષા હોય છે એ મુજબ કામ કરીને દેખાડે છે.
રણવીરે લખ્યું હતું કે હું જ્યારે કલાકાર તરીકે વિકાસ પામું ત્યારે મારે તમારા જેવું બનવું છે. આય લવ યુ સર..!
રોહિત શેટ્ટીની સિમ્બા ઉપરાંત રણવીરે તાજેતરમાં ઝોયા અખ્તરની ગલી બાય ફિલ્મ પૂરી કરી હતી અને હવે ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળ મેળવેલા વર્લ્ડ કપની ફિલ્મ ૮૩ કરવાનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY