દેશમાં રોકડ સંકટ, કેટલીક જગ્યાએ અચાનક માંગ વધવાથી સમસ્યા : અરુણ જેટલી

0
58

ન્યુ દિલ્હી,
તા.૧૭/૪/૨૦૧૮

દેશમાં ઘણા રાજ્યમાં એક વખત ફરીથી રોકડની સંકટ સામે આવી છે. કેટલીક જગ્યાએ તો આ સ્થિતિ નોટબંધી જેવી થઇ ગઇ છે. રોકડ સંકટથી આ મુદ્દા પર નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે એમને પૂરી સ્થિતિની સમીક્ષા કરી છે. દેશમાં રોકડની કમી નથી, માત્ર કેટલીક જગ્યાએ અચાનક માંગ વધી જવાના કારણે આ સમસ્યા સામે આવી છે.

અરુણ જેટલીએ મંગળવારે ટ્વીટ કર્યું, મેં દેશની રોકડ સમસ્યાની સમીક્ષા કરી છે. બજાર અને બેંકોમાં પૂરતા પ્રમાણમાં કેશ છે. જે એકદમથી સમસ્યા સામે આવી છે એ એટલા માટે છે કારણ કે કેટલીક જગ્યાએ પર અચાનકથી કેશની ડિમાન્ડ વધી ગઇ છે.

નોંધનીય છે કે દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી છ્‌સ્માં કેશ ઉપલબ્ધ ના હોવાને કારણે ફરીથી નોટબંધી જેવી પરેશાનીનો માહોલ બની ગયો છે. લોકોની વધતી પરેશાનીને જાઇને રિઝર્વ બેંક અને સરકારે આગળ આવવું પડ્યું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY