2016 ના વર્ષ માં થયેલી આ ઉચાપત ની ફરિયાદ ટીડીઓ એ ગતરોજ 2018 ના વર્ષ માં બે વર્ષ બાદ પોલીસ સ્ટેશનમાં આપતા અનેક સવાલ
વજેરિયા ગામે સરકાર ના શૌચાલય ના બાંધકામ માં 35 લાભાર્થીઓ ના સરકારી નાણાં ટેમ્પરીરી ઉચાપત કરી સરકાર સાથે ઠગાઈ કર્યા ની ફરિયાદ દાખલ
રાજપીપળા : નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામમાં સને 2016 ના વર્ષ માં સરકાર દ્વારા શૌચાલયો બાંધવા માટે 35 લાભાર્થીઓ ના 4.20.000/- ફળવાયા હતા પરંતુ સરકારી શૌચાલયો માટેના આ રૂપિયા વજેરિયા ગામના માજી સરપંચ રોશનબીબી સફીમહંમદ રાઠોડે 35 લાભાર્થીઓ ના શૌચાલયો માં ઉપયોગ કરવાના બદલે એજ વર્ષ માં ટેમ્પરીરી ઉચાપત કરી નાખ્યા હોવાનું બહાર આવતા તે સમયે આ બાબતે તપાસ ચાલુ કરાઈ હતી અને હાલ છેક બે વર્ષ બાદ ગતરોજ તારીખ 9 ઓક્ટોબરે આ ઉચાપત ની ફરિયાદ તિલકવાડા ટી ડી ઓ દીપેશ પટેલે તિલકવાડા પોલીસ સ્ટેશન માં આપતા પોલીસે માજી સરપંચ રોશનબીબી રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે .તપાસ પી એસ આઈ એ એસ વસાવા કરી રહ્યા છે .
આ બાબત તાપસ હેઠળ હોય માટે લેટ થયું : ટીડીઓ
તિલકવાડા ટીડીઓ ને લેટ ફરિયાદ કેમ થઈ એ બાબતે પૂછતાં એમને જણાવ્યું કે 2016 ની આ ઉચાપત છે પરંતુ આ બાબત તપાસ હેઠળ હોય તપાસ બાદ હાલ ફરિયાદ આપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






