વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી

0
30

કોંગ્રેસનાં રઝિયા પટેલને 2634 જ્યારે ભાજપનાં તારા વસાવાને માત્ર 663 મત મળ્યા.

ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 1માં ખાલી પડેલી નગર સેવકની બેઠક માટે પેટા ચૂંટણી યોજાયી હતી. આ ચૂંટણીમાં કુલ 3334 મતદારોએ મતદાન કર્યું હતું.જેની મંગળવારના રોજ મામલતદાર ઓફિસે ગણતરી કરવામાં આવતાં કોંગ્રેસનાં ઉમેદવારને 2634 વોટ મળ્યા હતા.જ્યારે ભાજપનાં ઉમેદવારને 663 વોટ મળ્યા હતા.જ્યારે 37 વોટ નોટામાં પડ્યા હતા.આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી છે.

ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 1નાં પૂર્વ નગર સેવક ખૈરૂનીશા ઉસ્માન પટેલ દ્વારા અંગત કારણોસર રાજીનામું આપતાં બેઠક ખાલી પડી હતી.તેમનાં રાજીનામાને પગલે ખાલી પડેલી આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાયી હતી.જેમાં ભાજપ તરફથી તારાબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે કોંગ્રેસમાંથી રઝિયા પટેલ ઉમેદવાર હતા.7મીએ મતદાન થાય બાદ આજે 9મીએ મત ગણતરી કરવામાં આવતાં કોંગ્રેસનાં રઝિયા પટેલને 2634 વોટ મળતાં વિજેતા થયા હતા. આ બેઠક ઉપર કોંગ્રેસે પોતાની શાખ જાળવી રાખી હતી.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY