બોલિવૂડમાં ફોર્ટી પ્લસ અભિનેત્રીઓ માટે યોગ્ય રોલ નથી હોતા : શેફાલી શાહ

0
14


મુંબઈ,તા.૫
સિનિયર અભિનેત્રી શેફાલી શાહે કહ્યું હતું કે બોલિવૂડમાં ફોર્ટી પ્લસ અભિનેત્રીઓ માટે યોગ્ય રોલ હોતા નથી. એના એજ ચીલાચાલુ માતા કે ભાભીના રોલની આૅફર્સ મળતી હોય છે.
તાજેતરમાં શેફાલીની વન્સ અગેન ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મ ઇન્ડો જર્મન સહિયારું સર્જન છે. ત્રીજી સપ્ટેંબરે નેટફ્લીક્સ પર એનો પ્રીમિયર યોજાઇ ગયો.
કંવલ સેઠી નિર્દેશિત આ ફિલ્મમાં રોકડાં ત્રણ પાત્રો છે- તારા, અમર અને બોમ્બે. પોતાના પાત્ર વિશે બોલતાં શેફાલીએ કહ્યું કે ડબ્બા (ટિફિન) અને પત્રો દ્વારા તારા અને અમર વચ્ચે નિકટતા સ્થપાય છે. આ ફિલ્મની કથા લંચબોક્સ જેવી ઘણાને લાગશે એ અમે જાણતા હતા. લંચબોક્સમાં પણ બે મુખ્ય પાત્રો વચ્ચે ટિફિન દ્વારા આત્મીયતા સ્થપાય છે એવી વાર્તા હતી.
અમર એક જાણીતો અભિનેતા છે અને એક બાળકનો પિતા છે. તારા પણ એક સિંગલ મધર છે અને એક બાળકની માતા છે.
શેફાલી ફિલ્મી પાર્ટીઓમાં જતી નથી કે સોશ્યલ મિડિયા પર ઢગલાબંધ પોસ્ટ મૂકતી નથી. ૪૬ વર્ષની આ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રીએ કહ્યું કે બોલિવૂડમાં પુરુષો પાસે જેટલા વિકલ્પો હોય છે એટલા મહિલાઓ પાસે હોતા નથી. સાચું પૂછો તો બોલિવૂડ માં ફોર્ટી પ્લસ અભિનેત્રીઓ માટે નક્કર કામ જ નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY