
મુંબઈ,તા.૫
અભિનેત્રી મંદિરા બેદીએે કહ્યું હતું કે હું તો પહેલેથી ફિટનેસ એન્થુસિસ્ટ રહી છું એટલે મને ફિટનેસ સંબંધી કોઇ પણ ઇવેન્ટમાં જોડાવામાં મજા આવતી હોય છે.
પોતાના પુત્ર સાથે મેરેથોન રનિંગમાં સહભાગી થનારી મંદિરા છેલ્લે અનિલ કપૂરની હિટ ટીવી સિરિયલ ૨૪માં દેખાઇ હતી. એ બહુ બધી ફિલ્મો કરતી નથી. મોડેલિંગમાં એ સતત બીઝી રહે છે.
ચાલુ વર્ષના નવેંબરની ૨૫મીએ યોજાનારી બીજી ડયૂરાસેલ ડયૂરાથોનમાં મંદિરા પોતાના પુત્ર સાથે જોડાવાની છે. આ પ્રસંગે બે કિલોમીટર અને પાંચ કિલોમીટરની ફેમિલિ મેરેથોન રન યોજાવાની છે.
ડયૂરાસેલ ડયૂરાથોનની પહેલી કડીમાં મંદિરાના પુત્ર વીરે ભાગ લીધો હતો. આ વર્ષે મંદિરા પોતે પણ સહભાગી થવાની છે. એણે કહ્યું કે આ પ્રકારના ઇવેન્ટ સમગ્ર પરિવારને ફિટનેસ તરફ પ્રેરે છે અને એ રીતે સમગ્ર પરિવાર આવા ઇવેન્ટમાં સહભાગી થઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





