નાંદોદના એક ગામમાં ફોઈને ત્યાં રહેતી ભત્રીજીએ ફોઈની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરતા ફોઈ એને હેરાન કરતી હતી જ્યારે સાગબારામાં એક પરિણીતા સાથે મારઝૂડ કરી પતિ બે બાળકોને લઈ જતા બન્નેની વ્હારે નર્મદા 181 મહિલા હેલ્પલાઈન આવી.
રાજપીપળા:નર્મદા જિલ્લા 181 મહિલા હેલ્પલાઈન ટીમ અવારનવાર મહિલાઓના વિકટ પ્રશ્નો હલ કરી પ્રશંસનીય કામગીરી કરી રહી છે.ત્યારે નાંદોદના એક ગામમાં ફોઈને ત્યાં રહેતી ભત્રીજીએ ફોઈની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરતા ફોઈ એને હેરાન કરતી હતી અને સાગબારામાં એક પરિણીતા સાથે મારઝૂડ કરી પતિ બે બાળકોને લઈ જતો રહેતા બન્ને મહિલાઓ કપરી સ્થિતિમાં જીવી રહી હતી.આવા સમયે બન્નેની વ્હારે નર્મદા 181 મહિલા હેલ્પલાઈનની ટિમ આવી એમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવી હતી.
નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી બે યુવતી જ્યારે નાની હતી ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી.સાથે એના પિતાની તબિયત પણ સારી ન હોવાથી એ પણ પોતાની બે દીકરીઓની સંભાળ રાખી શકે એવી સ્થિતિમાં ન હતા.જેથી બન્ને યુવતીઓ પોતાની ફોઈને ત્યાં રહી ભણી ગણીને મોટી થઈ.એમાંથી એક યુવતીને એક યુવાન સાથે આંખ મળી ગઈ જે બાબત એની ફોઈને માન્ય ન હતી.તો એ યુવતીએ પોતાના દાદા-દાદીની મરજીથી સમૂહલગ્નમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા.આ બાબતનો વિરોધ કરી ફોઈ તેને વારંવાર અપશબ્દો બોલી ઝઘડો કરતી હતી.જેથી એ યુવતીએ નર્મદા 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો ત્યારે કાઉન્સિલર શીતલ ચૌધરી અને કોન્સ્ટેબલ રિના વસાવાએ ત્યાં જઈ ફોઈને સમજાવી બાદ ફોઈએ પોોતાની ભત્રીજી સાાથે હવે પછી ઝઘડો ન કરવા ખાતરી પણ આપી.
તો બીજા કિસ્સામાં નર્મદા જિલ્લાના સાગબારાના એક ગામમાં રહેતી સવિતાને 5 વર્ષના લગ્નજીવન બાદ 2 બાળકીઓનો જન્મ થયો હતો.હવે સવિતાના પતિને અન્ય યુવતી સાથે આડા સબંધ હતા જેને કારણે સવિતા સાથે તે અવારનવાર મારઝૂડ કરતો હતો.એક દિવસ સવિતાનો પતિ એ યુવતીને પોતાના ઘરે લઈ આવ્યો ત્યારે આ બાબતનો સવિતાએ વિરોધ કર્યો.જેથી ગુસ્સે ભરાયેલા પતિએ સવિતાને મારીને ઘરમાંથી કાઢી મૂકી.આ કારણે સવિતા પોતાની બે દિકરીઓથી અલગ પોતાના પિયરે રહેતી હતી.થોડા દિવસોમાં બન્ને પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું બન્ને સાથે રહેવા પણ લાગ્યા.દરમિયાન પતિના અન્ય યુવતી સાથે આડા સબંધ તો ચાલુ જ હતા,પછી બન્ને પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું.અંતે સવિતાને માર મારી એની પાસેથી બન્ને દીકરીઓને ઝૂંટવી લઈ પતિએ ઘરમાંથી કાઢી મૂકી.બાળકીઓ વિરહમાં જીવી રહેલી સવિતાએ આ મામલે નર્મદા 181 મહિલા હેલ્પલાઈનની મદદ માંગી ત્યારે કાઉન્સિલર દીપિકા ચૌધરી અને કોન્સ્ટેબલ રિના વસાવાએ સવિતાના પતિને સમજાવતા સવિતાને બે બાળકીઓ સોંપણી કરાઈ હતી.અને પતિ-પત્ની વચ્ચે થયેલા સમાધાન ભંગ બાબતે પુનઃ કેસ કરવા સવિતાને વાકેફ પણ કરાઈ હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



