મુંબઈ,તા.૫
સ્થાનિક જ્વેલર્સ તરફથી જાહેર ખરીદારી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાથી સોનાનાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં સોનાનો ભાવ ૩૧૯૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામથી વધીને ૩૨૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઇ ગયો છે.
વૈશ્વિક બજારમાં નબળાઇના સંકેત મળતાજ સટ્ટોડિયાઓ દ્વારા કરવામાં આવતી નફાની વસૂલીને કારણે શુક્રવારે સોનાના ભાવ ૧૧૨ રૂપિયા ટૂટીને ૩૧,૩૦૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. એમસીએક્સ પર ડિસેમ્બરના કરાર સોદાના કારણે સોનાના ભાવમાં ૧૧૨ રૂપિયા એટલે કે ૦.૩૮ ટકા ઘટીને ૩૧,૩૦૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ આવી પહોંચ્યો હતો. જેથી ૪૦૯ લાટનું વેચાણ થયું હતું. આ જ રીતે ફેબ્રુઆરીમાં ડિલીવરી માટે ૨૨ લાટના વેચાણથી ગોલ્ડ ફ્યુચર્સના ભાવ ૧૧૨ રૂપિયા એટલે કે ૦.૩૫ ટકા ડાઉન થઇને ૩૧,૫૩૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. વૈશ્વિક સ્તર પર સિંગાપોરમાં સોનાના ભાવ ૧,૧૯૯.૪૦ ડોલર પ્રતિ ઔસ રહ્યા હતા.
જ્યારે અમદાવાદમાં ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩૧૫૦૦-૩૨૦૦૦ રૂપિયા છે. જ્યારે ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩૧૩૫૦-૩૧૮૫૦ રૂપિયા છે. ૯૧.૬ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩૧૩૬૦ રૂપિયા છે.
મુંબઇમાં ૯૯.૯ શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩૧૨૩૫ રૂપિયા છે. જ્યારે ૯૯.૫ શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૩૧,૦૮૫ રૂપિયા છે. જ્યારે જાણકારોના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને ધ્યાને રાખીને સોનાનાભાવમાં વધારો થવાની શકયતાઓ પણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



