મ.પ્રદેશમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત ધરપકડ થશે : શિવરાજસિંહ ચૌહાણ

0
8

ભોપાલ,તા.૨૧
સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા એસસી/એસટી એકટમાં ફેરફારોને કેન્દ્રની મોદી સરકારે બદલી દીધો. પરંતુ તેનો મધ્યપ્રદેશમાં જબરદસ્ત વિરોધ ચાલુ છે. બીજીબાજુ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ એકટને લઇ મોટી જાહેરાત કરી દીધી છે.
શિવરાજ સિંહે કહ્યું કે મધ્યપ્રદેશમાં તપાસ બાદ જ એસસી-એસટી એકટની અંતર્ગત ધરપકડ થશે. બાલઘાટમાં પત્રકારો સાથેની વાતચીતમાં ચૌહાણે કહ્યું કે રાજ્યમાં તમામ વર્ગોના હિત સુરક્ષિત રખાશે. તેના માટે એસસી/એસટી એકટની અંતર્ગત ધરપકડ તપાસ બદ જ થશે.
ચૌહાણને જ્યારે પ્રશ્ન પૂછાયો કે શું રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના વટહુકમની અવેજમાં કોઇ વટહુકમ લાવશે, તો તેમણે કહ્યું કે મારે જે કહેવું હતું તે મેં કહી દીધું.
પોતાની વાતને આગળ વધારતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સવર્ણ, પછાત વર્ગ, અનૂસુચિત જાતિ, જનજાતિ તમામ વર્ગોના હિતોને સુરક્ષિત રખાશે. જે પણ ફરિયાદ આવશે. તેની તપાસ બાદ જ કોઇની ધરપકડ થશે.
આપને જણાવી દઇએ કે આ વર્ષે માર્ચમાં મહારાષ્ટ્રમાં એક સરકારી અધિકારીની અરજી પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી)ની વિરૂદ્ધ અત્યાચાર નિવારણ કાયદાની અંતર્ગત સખ્ત જાગવાઇઓને થોડીક નરમ કરી હતી. કોર્ટે કહ્યું કે આ શ્રેણીના આરોપીની ધરપકડ શરૂઆત તપાસ કે વરિષ્ઠ પોલીસ અધિક્ષકની સહમતિ બાદ જ થશે. પહેલાં તેમાં તત્કાલ ધરપકડની જાગવાઇ હતી. આ નિર્ણય બાદ દેશમાં એસસી-એસટી સંગઠનોએ આંદોલન કર્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY