જનતાના આશીર્વાદથી ફરી એક વખત રાજ્યનો મુખ્યમંત્રી બનીશ : સિદ્ધારમૈયા

0
37

બેંગ્લુરુ,તા.૨૫
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સત્તા લાંબો સમય સુધી રહેશે કે કેમ તેના પર સવાલો થઇ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ફરી એક વખત મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાસનમાં એક સભા દરમિયાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, જનતાના આશીર્વાદથી ફરી એક વખત રાજ્યનો મુખ્યમંત્રી બનીશ. તેમને ત્યાં સુધી કહ્યું કે, મને મુખ્યમંત્રી બનવાથી રોકવા માટે વિપક્ષે સાંઠગાઠ કરી છે અને પૈસા અને જાતિના કાર્ડની મદદ લીધી છે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે, મને એવું હતું કે લોકો ફરી એક વખત મને આશીર્વાદ આપશે અને મુખ્યમંત્રી બનાવશે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે મારી હાર થઇ છે, જા કે તે અંત નથી. રાજનીતિમાં જીત અને હાર સામાન્ય બાબત છે.
અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ હાલમાં માત્ર કર્ણાટકમાં જ સત્તા પર છે. આ વર્ષે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૭૮ અને જેડીએસને ૩૭ બેઠકો મળી હતી, જ્યારે ભાજપને ૧૦૪ બેઠકો મળી છે. આ તમામ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધનથી એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર બની છે. આ પછી બંને પક્ષ તરફથી વિવિધ નિવેદનો સામે આવી રહ્યા છે. અગાઉ જેડીએસ નેતા અને મુખ્યમંત્રી કુમારસ્વામી પણ કહી ચુક્્યા છે કે, તેમને જનતાએ નહીં પરંતુ કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યા છે.
હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના હાલમાં આવેલા નિવેદન પછી એક વાત સ્પષ્ટ છે કે, બંને પક્ષો વચ્ચે તમામ બાબતો બરાબર નથી. એટલું જ નહીં સરકાર બન્યા પછી રાજ્યમાં થયેલ પેટાચૂંટણીમાં બંને પક્ષોએ એક બીજા વિરૂધ્ધ પોતાના ઉમેદવાર પણ ઉતાર્યા હતા. આ ઉપરાંત જેડીએસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા પણ કહી ચુક્્યા છે કે તેમનો પક્ષ લોકસભામાં એકલા હાથે ચૂંટણી લડશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY