શિક્ષક બન્યો હેવાન..!! હોમવર્ક ન લાવતા વિદ્યાર્થીનીને ઢોર માર માર્યો

0
82

ડીસા,તા.૪
આજકાલ સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાના બનાવો વધી રહ્યાં છે. તો બીજી તરફ સ્કૂલમાં લગાવાતા સીસીટીવી કેમેરા દ્વારા શિક્ષકો દ્વારા અપાતા ત્રાસની પોલ પણ ખુલ્લી પડી રહી છે. બનાસકાંઠાના ડીસાની લીઓ સ્કૂલની શિક્ષિકાએ વિધાર્થીનીને ઢોર માર માર્યો હતો. ધોરણ-૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઢોર માર મારતા તેની તબિયત લથડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના લીઓ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીની હોમવર્ક ન લાવી હતી. તેથી તેની શિક્ષિકા ભાવના પટેલે તેને માર માર્યો હતો. શિક્ષક ભાવનાબહેને તેને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. વિદ્યાર્થીની ઘરે આવી ત્યારે તેના પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી. શિક્ષિકાએ ઢોર માર મારતા વિદ્યાર્થીનીના પીઠના ભાગે ભારે ઈજા પહોંચી હતી.
આમ, બનાવને પગલે વિદ્યાર્થીનીના પરિવારજનો ગુસ્સે થયા હતા અને સ્કૂલની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY