રેલવે ટ્રેક પર ટ્રેન ની અડફટે અજાણ્યા વ્યક્તિ નું મોત? કે આત્મહત્યા?

0
35

અકસ્માત ની પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર ગઈકાલે સાંજના પોણા સાત આસપાસ અંદાજે પંચાવન વર્ષનો અજાણ્યો વ્યક્તિ ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે એક કિ.મી દૂર ડાઉન લાઈન પર  કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં આ આધેડ ઇજાગ્રસ્ત થતા બેભાન અવસ્થામાં ભરૂચ ની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેનું આજ તારીખ ઓગણીસ ની મશયરાત્રીના બે વાગ્યે ના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.. મરનારે  સફેદ રંગ નો આખી બાંયનો ઝભ્ભો, પાયજામો પહેરેલ હતો. મૃતક વકવડા બાંધાનો ઘઉંવર્ણો  છે. તેના ડાબા હાથની કાંડા પર ગુજરાતી ભાષા માં જય ભવાનીનું  છુંદણુ છે. ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કો. મહેશભાઈ શંકરભાઈ એ ધોરન્સર ની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ  ધરી છે. મરનારના વાલીવારસો એ ભરૂચ રેલવે પોલીસનો મો ૯૮૨૪૨૫૨૮૧૨ નો સંપર્ક કરવા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY