નાગરિક બિલ મુદ્દે ભાજપના જ નેતાએ વિરોધ નોંધાવ્યો, આપઘાતની ધમકી આપી

0
6

શિલોંગ,તા.૧૨
પૂર્વોત્તરના રાજ્યોમાં નાગરિકતા(સંશોધન) બિલ પર ઘર્ષણ સતત ચાલુ જ છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે મેઘાલયની શિલોંગ બેઠકના ભાજપના ઉમેદવાર સનબોર શુલઈએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો આ બિલ લાગુ થયું તો તેઓ આત્મહત્યા કરી લેશે. અત્રે જણાવવાનું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૯માં તેઓ જા ફરી સત્તા પર આવશે તો આ બિલને લાગુ કરી દેવાશે.
મેઘાલય વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અનબોર શુલઈ ગુરુવારે અત્રે મતદાન કરવા આવ્યાં હતાં. ત્યારબાદ નાગરિકતા (સંશોધન) બિલ અંગે તેમને સવાલ પૂછાયો તો જવાબમાં તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી સનબોર જીવિત છે ત્યાં સુધી આ બિલ લાગુ થઈ શકશે નહીં.’ તેમણે કહ્યું કે, ‘જો આ લાગુ થયું તો હું આત્મહત્યા કરી લઈશ. તેમણે કહ્યું કે હું પીએમ મોદીની સામે આત્મહત્યા કરી લઈશ પરંતુ આ બિલને લાગુ થવા નહીં દઉ.’
જો કે આ દરમિયાન શુલઈએ કહ્યું કે આ બિલ દેશના બીજા રાજ્યોમાં લાગું થશે તો તેના પર તેઓ કોઈ કોમેન્ટ નહીં કરે. તેમણે કહ્યું કે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અન્ય નેતાઓને તથા બિન સરકારી સંગઠનોને તેઓ એક પત્ર સોંપી ચુકવ્યા છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોને નાગરિકતા (સંશોધન) બિલમાં છૂટ મળવી જોઈએ.
અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા (સંશોધન) બિલને વર્ષ ૨૦૧૬માં લાવી હતી. આ બિલ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયોને ૧૨ વર્ષની જગ્યાએ ૬ વર્ષ ભારતમાં વિતાવવાથી અને યોગ્ય દસ્તાવેજા પર ભારતીય નાગરિકતા મળવાની જાગવાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY