સુરત,તા.૨૪
ગુરૂવારે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને લોકોએ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો કરીની દેશની કમાન તેમના હાથમાં સોંપી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના દાવાઓ ખોટા સાબિત થયા અને ગુજરાતની ૨૬સે ૨૬ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, વિરોધ પક્ષ નેતા પોતાના જ મત વિસ્તારને સાંભળી ન શકિયા. સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ જંગી લીડથી જીત હાંસલ કરી હતી.
સુરત લોકસભાની બેઠક પરથી દસ લાખ લોકોએ મતદાન કર્યું હતુ. જેના દર્શના જરદોશને ૭,૯૪,૧૩૩ મત મળ્યા છે અને તેમની સામે ઉભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાને ૨,૪૬,૯૭૮ મત મળ્યા હતા. જેથી દર્શના જરદોષનો ૫,૪૭,૧૫૫ની લીડથી ભવ્ય વિજય થયો હતો.
જંગી લીડથી વિજય થવાના કારણે શહેરમાં દર્શન જરદોશની વિજય યાત્રા કાઢવામાં આવી હતી. જેના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને દર્શના જરદોશના સમર્થકો જોડાયા હતા. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સુરતના અથવા વિસ્તારમાં આવેલ એરોપ્લેન સર્કલ પર મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ૩૦ ફૂંટ ઊંચું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું હતુ. આ સ્ટેચ્યુ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



