હિ.પ્રદેશમાં અનેક વિસ્તારમાં ભારે હિમવર્ષા : બદ્રીનાથ મંદિર બરફમાં ગરકાવ

0
35

શિમલા,તા.૧૭
હિમાચલ પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જે બાદ અહીં ઠેર ઠેર માત્ર બરફ જ નજરે પડી રહ્યો છે. બદ્રીનાથ ધામ પણ હાલ બરફની લપેટમાં આવી ગયુ્‌ છે.
બદ્રીનાથમાં હાલ ૧૦ ફૂટથી પણ વધારે બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. અહીં ચોતરફ માત્ર બરફ જ નજરે પડી રહ્યો છે. હાલ બદ્રીનાથ મંદિરના કપાટ પણ બંધ છે. સમગ્ર મંદિરમાં ૧૦ ફૂટ જેટલો બરફ છવાયેલો છે.
બદ્રીનાથમાં હિમવર્ષા બાદ માઈનસ ૭થી ૮ ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. જેના પગલે બદ્રીનાથ જતા તમામ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. જેથી તંત્ર દ્વારા બરફ હટાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ મોટા ગ્લેશિયલના કારણે રસ્તો ખોલવામાં પણ બહુ સમય લાગી રહ્યો છે.
આ સિવાય હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં બરફના તોફાનનું અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારમાં હજુ પણ ત્રણથી ચાર ફૂટ બરફ છવાયેલો જાવા મળી રહ્યો છે. સ્થાનિકોને પણ ભારોભાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY