ન્યુ દિલ્હી,તા.૧૭
રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતુ તે વાત વારંવાર સાચી પડતી રહી છે. યુપી વિધાનસભામાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાહુલ ગાંધી સાથે રોડ શો કરનારા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભા માટે માયાવતી સાથે જાડાણ કર્યુ છે. હવે અખિલેશે કોંગ્રેસ વિરોધી નિવેદનો પણ કરવા માંડ્યા છે.
અખિલેશ યાદવે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે તેવુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.અખિલેશે કહ્યુ હતુ કે બંને પક્ષો વચ્ચે સીબીઆઈના મુદ્દે ગઠબંધન છે.
અત્યાર સુધી માયાવતી જ કોંગ્રેસ વિરોધી નિવેદનો આપી રહ્યા હતા પણ હવે અખિલેશે પણ કોંગ્રેસ સામે બોલવાનુ શરુ કર્યુ છે.અખિલેશ યાદવે આઝમગઢથી પોતે લોકસભા ચૂંટણી લડશે તેવા સંકેત પણ આપ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, કેટલાક દિવસથી રાહુલ ગાંધી સાથે મારી કોઈ વાત નથી થઈ.અમેઠી અને રાયબરેલી બેઠક પર રાજકીય શિષ્ટાચારના ભાગરુપે અમે ઉમેદવાર નહી લડાવવાનુ નકકી કર્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





