કોંગ્રેસની હારનું કારણ પાર્ટી પાસે ફંડની કમી : વીરભદ્ર સિંહ

0
5

શિમલા,તા.૨૭
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર આરોપ-પ્રત્યારોપ અને નિવેદનબાજીનો સિલસીલો બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે કોંગ્રેસ વ‹કગ કમિટીની મીટિંગમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનું હારનું કારણ અમુક વરિષ્ઠ નેતાઓનો પુત્રમોહ ગણાવ્યો હતો. તો હિમાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહે એક ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. અને કહ્યું છેકે, કોંગ્રેસની હારનું કારણ પાર્ટી પાસે ફંડની કમીને ગણાવ્યુ હતુ.
તેમણે કહ્યું હતુકે, પાર્ટી પાસે ધનની કમીને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છેકે, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની બધી જ ચારેય સીટો ઉપર હારનો સામનો કરવો પડ્યો છે. હિમાચલમાં લોકસભાની ચારેય સીટ ઉપર ભાજપએ કબ્જા મેળવી લીધો છે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધીને અધ્યક્ષ પદનો અનુભવ છે. જેને કારણે તેમણે પદ ઉપર બની રહેવું જોઈએ.
હિમાચલમાં ભાજપની જીતનું કારણ પોતાની કમીઓને ગણાવી હતી. અમુક જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારની પસંદગી કરાઈ ન હતી. કોંગ્રેસની કમીઓને કારણે જીત મેળવી શક્્યા ન હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુર ઉપર નિશાન સાધતા કહ્યુંહતુકે, તેઓ જે રીતે કેન્દ્ર પાસેથી લોન લઈ રહ્યા છે, તેનાથી પ્રદેશ દેવાના બોજ નીચે દબાઈ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY