અહેમદનગર,તા. ૧૩
શિરડીના પ્રસિદ્ધ મંદિરમાં સાઈબાબા દેખાયા હોવાની અફવાના કારણે શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ધસારો જાવા મળી રહ્યો છે. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બુધવાર રાતથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા નથી. શ્રદ્ધાળુઓનો ધસારો અવિરતરીતે જારી છે. શ્રદ્ધાળુઓએ દાવો કર્યો છે કે, મંદિરની દિવાલ ઉપર સાઇબાબાનો ફોટો ઉભરી આવ્યો છે. આ અફવા ફેલાતાની સાથે જ શ્રદ્ધાળુઓનો ધસારો પહોંચી રહ્યો છે. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના શિરડીમાં લોકપ્રિય સાઈબાબાનું મંદિર Âસ્થત છે. આ મંદિરમાં દરરોજ દેશવિદેશમાંથી આશરે ૨૫૦૦૦ શ્રદ્ધાળુઓ પહોંચે છે. બુધવારે રાત્રે એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, મંદિરની એક દિવાલ ઉપર સાઇબાબાનો ચહેરો ઉભરી આવ્યો છે. ત્યારબાદથી શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચવા લાગી ગયા છે. કેટલાક શ્રદ્ધાળુઓ ભાવનાશીલ બનીને રડી પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ગુરુવાર અને શુક્રવારના દિવસે પણ શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો હતો. જેના પરિણામ સ્વરુપે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા નથી. લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. ફોટોઓ અને વિડિયો પણ બનાવી રહ્યા છે. શિરડીમાં સાઈબાબાના ભક્તોની વિશાળ જનસંખ્યા છે. સાઇબાબાની મૂર્તિ સોનાના સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર ૨૦૦ વર્ગમીટરમાં Âસ્થત છે. એમ કહેવામાં આવે છે કે, ૧૯૩૮માં મહારાષ્ટ્રના પથરીમાં સાઇબાબાનો જન્મ થયો હતો જેમને લોકો ભગવાનના અવતાર તરીકે ગણતા હતા. ૧૬ વર્ષની વયમાં સાઇબાબા શિરડી પહોંચ્યા હતા અને વર્ષો સુધી તપ કરતા રહ્યા હતા. તેમના ચમત્કારના કારણે લોકો તેમને સંત ગણવા લાગી ગયા હતા. શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ વિશ્વાસ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



