તાલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી

0
5

સુરત,તા.૧૨
વરાછા ઝોન ઓફિસમાં તાલીમાર્થી ક્લાર્કે હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે વરાછા ઝોન ઓફિસના આરોગ્ય અધિકારી પર ધમકી અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.
મૂળ મહારાષ્ટ્રના સુરજ અનિલ ચકે બે વર્ષથી વરાછા ઝોન ઓફિસમાં વીડીબીસી વિભાગમાં તાલીમાર્થી ક્લાર્ક તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત રોજ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તાલીમાર્થી ક્લાર્કે જણાવ્યું હતું કે, વરાછા ઝોન ઓફિસના આરોગ્ય વિભાગના અધિકારી જે.ડી. પટેલ દ્વારા ધમકી અને ત્રાસ આપવામાં આવતો હતો. સીઆર રિપોર્ટમાં બેડ લખી મોકલી આપવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી કંટાળી આ પગલું ભર્યું હતું.
મૂળ મહારાષ્ટ્રના વતની સુરજની પત્ની ગર્ભવતી છે. જેથી પત્નીને મળવા માટે છેલ્લા ઘણા સમયથી રજા માંગતો હતો. જાકે, અધિકારી જે.ડી. પટેલ રજા મંજૂર કરતા ન હતા. જેથી તેની જ ઓફિસમાં હાથની નસ કાપી નાખી હતી. અધિકારીની શોષણનિતી સામે આવતા સાથી કર્મચારીઓમાં પણ રોષ જાવા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY