ભોપાલ,તા.૧૬
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં થોડાક જ દિવસો બારી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવાનો ખેલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. એવામાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કમલનાથને બાહૂબલીના રૂપમાં દેખાડવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે, અગાઉ શિવરાજ સિંહ ચૌહાણને પણ બાહુબલીની ભૂમિકામાં દેખાડવામાં આવી ચુકવ્યા છે. ફિલ્મ બાહૂબલીના એક સીનમાં બાહૂબલી બનેલો પ્રભાસ એક શખ્સની ગર્દન કાપી રહ્યો છે અને આ સીનમાં કમલનાથ અને શિવરાજના ચહેરો એડિટ કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શિવરાજના વીડિયોમાં ભલ્લાલદેવ બનાવવામાં આવ્યા છે, જ્યારે કમલનાથને બાહૂબલી. વીડિયોમાં દેવસેનાના અવાજને એડિટ કરી તેમાં મધ્યપ્રદેશમાં મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારોની વાત બતાવવામાં આવી રહી છે અને એક શખ્સ બાજુમાં ઉભો છે જેના પર તમામ આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
મહિલાઓ માટે મધ્યપ્રદેશ અસુરક્ષિત છે, કાયદો વ્યવસ્તા કથળેલા છે, તમારું મુખ્યમંત્રી પદ છોડો અને તમારા કાયદો વ્યવસ્થાને ફાંસીએ ચઢાવી દો. તે દરમિયાન વીડિયોમાં બાહુબલી બનેલા કમલનાથની એન્ટ્રી થાય છે, ત્યારબાદ વીડિયોમાં બાહુબલી બનેલા કમલનાથ આરોપીનું માથું ધડથી અલગ કરી નાખે છે.
વીડિયો પર બીજેપી પ્રવક્તા રજનીશ અગ્રવાલે સવાલ ઉભા કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે જે રીતે વીડિયોમાં ગર્દન કાપતા પાત્રો દર્શાવવામાં આવ્યા છે અસલમાં તે કોંગ્રેસના ક્રૂર ચેહરાઓ દેખાય છે. અગ્રવાલે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ગાંધીવાદી હોવાની વાત કરે છે પરંતુ વીડિયોથી તેમના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



