મજૂરોએ પગારની માથાકૂટને લઈને હુમલો કરતા કર્યું ફાયરિંગ
મોરબી,તા.૧૬
મોરબીના પાવડીયાળી પાસે ઓરમ સિરામીકમાં ફાયરિંગની ઘટના બની છે. ઓરમ સિરામીકના માલિકે ફાયરિંગ કર્યાનો આરોપ લોકોએ લગાવ્યો છે. મજૂરોએ પગારની માથાકૂટને લઈને હુમલો કરતા ફાયરિંગ કરવામાં આવ્યું છે. ૨ મહિનાથી મજૂરોના બાકી નાણાં મામલે પથ્થરમારો થયો હતો.
કોન્ટ્રાક્ટ ધરાવતા શ્રમિકોએ પથ્થરમારો કરતા માલિકે ફાયરિંગ કર્યું હતુ. તેમજ માલિક મહેન્દ્ર પટેલે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હોવાનો દાવો કર્યો છે. આ ફાયરિંગમાં ૨ શ્રમિક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તાલુકા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીની ઓરમ સિરામીકમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. પાવડીયાળી પાસે ઓરમ સિરામીકમાં ફાયરિંગ થયુ હતું. ઓરમ સિરામીકમાં એક વેપારીએ પોતાના બચાવમાં ફાયરિંગ કર્યુ હતું. મજૂરો સાથે પગાર બાબતે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન મજૂરોએ ઓફિસ પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં ૨ મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત ૨ મજૂરોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે. આ મામલાની જાણ નજીકના પોલીસ મથકે થતાં અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સીસીટીવીની તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



