મુંબઈ,તા.૯
છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં કારણે દેશની જનતા તોબા પોકારી ગઈ છે. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવનાં કારણે વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. જેનાં કારણે હવે મોદી સરકાર વિપક્ષની સાથે-સાથે પોતાની સહયોગી પાર્ટીઓનાં નિશાનાઓ પર પણ આવી ગઈ છે. પેટ્રોલ-ડીઝલનાં સતત વધી રહેલા ભાવનાં કારણે કોંગ્રેસ તો ભાજપ સરકાર પર પ્રહારો કરતી જ હતી. પરંતુ હવે એનડીએની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે.
શિવસેનાએ પેટ્રોલ-ડીઝલનાં વધી રહેલા ભાવના કારણે મોદી સરકારનાં સૌથી સારા સૂત્ર વાક્્ય ‘અચ્છે દિન’ પર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ હવે પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનો જાહેરમાં વિરોધ કર્યો છે. પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનાં કારણે શિવસેનાએ મુંબઈમાં ઠેર-ઠેર બેનર અને પોસ્ટરો લગાવીને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો છે. શિવસેનાએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાનાં કારણે કેન્દ્ર સરકાર પર જાહેરમાં નિશાન તાક્્યું છે.
જેમાં પેટ્રોલ અને ડીઝલનાં વધી રહેલા ભાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને મુંબઈમાં ઘણી જગ્યાઓએ પોસ્ટર-બેનર્સ લગાવ્યા છે. શિવસેનાએ જે પોસ્ટર્સ લગાવ્યા છે તેમાં ૨૦૧૫ અને ૨૦૧૮માં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેટલો તફાવત હતો તે દર્શાવવામાં આવ્યું છે. તેમજ આ બેનર્સ દ્વારા શિવસેના સરકારને પૂછી રહી છે કે, ‘શું આ જ છે (અચ્છે દિન) સારા દિવસો?’ બે પોસ્ટર્સમાંથી એક પોસ્ટર પર શિવસેના તથા બીજા પોસ્ટર પર યુવા સેના લખેલું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




