જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાએ ત્રણ આતંકીએને ઠાર માર્યા

0
9

આ આતંકીઓમાં રિયાઝ નાયકૂનો અંગત સજ્જાદ માગરે પણ સામેલ હતો
શોપિયા,તા.૨૨
મંગળવારે જમ્મુ-કાશ્મીરનાં શોપિયામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આંતકીઓ ઠાર થયા છે. જા કે આ ત્રણેયની લાશ હજુ સુધી મળી નથી. આ તમામને એક બગીચામાં સુરક્ષાબળે ઘેરી લીધા હતા. આ આતંકીઓમાં રિયાઝ નાયકૂનો અંગત સજ્જાદ માગરે પણ સામેલ હતો.
સુરક્ષાબળોને શોપિયાનાં સિરનાલ ગામમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળનાં જવાનોએ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જેમાં બન્ને બાજુથી ફારયિંગ કરીને ત્રણ આંતકીઓને ઠાર માર્યા હતા. આ આંતકીઓમાં હિઝબુલના કમાન્ડર રિયાઝ નાયકુનો અંગત સજ્જાદ પણ સામેલ હતો. હાલ ત્રણ આંતકીઓના ઠાર થયાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ સુરક્ષાબળોને તેમની લાશ મળી હજુ સુધી મળી નથી. ફાયરિંગનાં રોકાયા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ અને ર્જીંય્ની ટીમે મળીને આંતકીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ આંતકીઓને સુરક્ષાબળનાં જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ પ્રમાણે, અથડામણમાં પહેલા આંતકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ જેના જવાબમાં જવાનોએ ગોળીબાર કરી ત્રણને ઠાર માર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY