સૌથી વધુ ઊંચાઈ ધરાવતા મતદાન કેન્દ્ર લેહમાં માત્ર ૧૨ મતદાતા

0
2

શ્રીનગર,તા.૮
દેશની લોકસભા ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરના લેહમાં એક એવુ મતદાન કેન્દ્ર છે જ્યાં સૌથી ઓછા મતદાતા છે. એટલુ જ નહીં સૌથી ઉંચાઈવાળુ મતદાન કેન્દ્ર પણ આ જ વિસ્તારમાં છે. લોકસભા ચૂંટણી માટે પ્રદેશમાં ૧૧,૩૧૬ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
લેહ જિલ્લા ચૂંટણી અધિકારી અન્વી લવાસાએ જણાવ્યુ કે લદ્દાખ સંસદીય વિસ્તારના લેહ વિધાનસભામાં ગાઈક ગામમાં એક મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. જ્યાં સૌથી ઓછા માત્ર ૧૨ મતદાતા છે. જેમાં પાંચ પુરુષ અને સાત મહિલા છે. અધિકારીએ કહ્યું આ રીતે આ જિલ્લામાં સૌથી ઉંચાઈ પર બનેલુ મતદાન કેન્દ્ર છે. આ સમુદ્ર સ્તરથી ૧૪,૮૯૦ ફૂટ ઉંચાઈ પર આવેલુ છે. આ મતદાન કેન્દ્ર અનલે પો માં છે.
આ બંને મતદાન કેન્દ્ર લેહ વિધાનસભા વિસ્તારમાં છે. આ વિસ્તારમાં કુલ મતદાન કેન્દ્રોની સંખ્યા ૨૯૪ છે. જમ્મુ-કાશ્મીરમાં છ સંસદીય બેઠક છે. આ ૭૮, ૪૨, ૯૭૯ મતદાતાઓ માટે ૧૧, ૩૧૬ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
કેટલાક દિવસ પહેલા જ એ જાણકારી સામે આવી હતી કે ઉત્તર પ્રદેશના ગાઝીપુર નિવાસી શિવ પૂજન ૧૦૭ વર્ષની ઉંમરમાં આ વખતે મતદાન કરવા માટે તૈયાર છે. સ્વતંત્રતા બાદ ૧૯૫૨માં તેમણે પહેલીવાર મત આપ્યો હતો ત્યારે જવાહરલાલ નેહરૂ વડાપ્રધાન બન્યા હતા. નેહરૂથી લઈને મોદી સુધી તેઓ ૧૪ વડાપ્રધાન જાઈ ચુકવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY