શ્રીનગર,તા.૫
અફસ્પા રદ કરવાના દબાણને ન નમતા ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સાથે છેડો ફાડીને સત્તા પડતી મૂકી હોવાના ભાજપ પ્રમુખ અમિત શાહ અને પીડીપી જુઠ્ઠુ બોલ્યા હોવાનો દાવો નેશનલ કાન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કર્યો હતો. આ વિવાદાસ્પદ કાયદા હેઠળ રાજ્યમાં સશસ્ત્ર સેનાને ખાસ સત્તા આપવામાં આવી છે. ઓમરે આ મામલે ટિવટર પર સવાલ કર્યો હતો કે શા માટે અમિત શાહ અને પીડીપી અફસ્પા મામલે ખોટું બોલી રહ્યા છે? પીડીપીને આ કાયદા સાથે કશી લેવાદેવા નથી અને ભાજપે એને કારણે જાડાણ તોડયું નહોતું.
આ વાત મિસ મુફિતએ વિધાનસભામાં ૨૦૧૮માં કરેલા ભાષણ પરથી કહેવાઇ છે. આ સાથે ઓમરે મુફિતના ભાષણની લિંક જોડી હતી. શાહે બુધવારે એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે અફસ્પા મામલે અમે ખુરશીને લાત મારી હતી અને સરકાર છોડી હતી. એમણે કરેલી જાહેરાત માટે કાંગ્રેસ અને એના નેતાઓને શરમ આવવી જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





