રાહુલ અમેઠીથી ૧૦મીએ સોનિયા રાયબરેલીથી ૧૧ એપ્રિલે ફોર્મ ભરશે

0
5

ન્યુ દિલ્હી,તા.૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેની પરંપરાગત ગણાતી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી ૧૦ એપ્રિલના ઉમેદવારી નોંધાવશે. જ્યારે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી ૧૧ એપ્રિલના ફોર્મ ભરશે. ભાઈ અને માતાના ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા વખતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર રહેશે.
સૂત્રોના મતે ગાંધી પરિવાર તેમના ઉમેદવારી નોંધાવવાના બે દિવસ સાથે જ જાવા મળશે. પહેલા અમેઠીમાં રાહુલ ગાંધી ફોર્મ ભરશે જ્યારે ત્યારબાદ રાયબરેલીમાં સોનિયા ગાંધી ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા પૂરી કરશે. આ પ્રસંગે કોંગ્રેસ પોતાનું શકિતપ્રદર્શન યોજશે અને ટોચના કોંગી નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ મેગા રોડ શોનું પણ આયોજન કરવામાં આવી શકે છે.
રાહુલ ગાંધીએ અગાઉ ગુરુવારે કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને રોડ શો પણ યોજ્યો હતો. રાહુલ ગાંધીએ બીજી બેઠક તરીકે દક્ષિણ ભારતના નાના ગામ વાયનાડ પર પસંદગી ઉતારી છે. રાહુલ ગાંધીનો અમેઠી બેઠક પર ભાજપના મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુકાબલો થશે. અમેઠી અને રાયબરેલીમાં પાંચમા તબક્કામાં ૬ મેના રોજ મતદાન યોજાશે. તમામ લોકસભા બેઠકોનું પરિણામ ૨૩મેના રોજ જાહેર થશે.
કોંગ્રેસે આ વખતે ઉત્તર પ્રદેશમાં કોઈ પ્રાદેશિક પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી અને એકલાહાથે ચૂંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. સપા અને બસપાએ બે બેઠકો અમેઠી તેમજ રાયબરેલી પરથી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY