પાક.ની નફ્ફટાઇ : પૂંછ સેક્ટમાં સીઝફાયરનો ભંગ,સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

0
11

શ્રીનગર,તા.૩૧
પાકિસ્તાન સતત તેની નાપાક હરકતને અંજામ આપી રહ્યું છે. જ્યારે પાકિસ્તાને ગઈ મોડી રાતે ફરી એક વાર સીઝફાયર ભંગનો કર્યો છે. પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાને પૂંછ સેક્ટરના મનકોટ અને કૃષ્ણાઘાટીમાં ફાયરિંગ કર્યુ છે.
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક નાગરિકને પણ ઈજા થઈ છે. એક નાગરિક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ભારતીયસેના દ્વારા પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, જમ્મૂ-કશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયર એટલે કે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા સતત સરહદ વિસ્તારમાં ફાયરિંગ અને મોર્ટારથી હુમલો કરવામાં આવી રહ્યો છે. જ્યારે પાકિસ્તાને ગઈ મોડી રાતે ફરી એક વાર પૂંછ સેક્ટરમાં સીઝફાયર ભંગનો કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY