જમ્મુ-કાશ્મીરમાં સંઘ નેતા ચંદ્રકાઉન્ત પર આતંકવાદી હુમલો : ગાર્ડનું મૃત્યુ

0
8

શ્રીનગર,તા.૯
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સેવક સંઘના નેતા ચંદ્રકાન્ત ઉપર આતંકવાદી હુમલો થયો હતો. જાણવા મળ્યા મુજબ ચંદ્રકાન્ત કિશ્તવાડાની હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતાં. આ દરમિયાન આતંકવાદીઓ ત્યાં પહોંચ્યાં અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં ચંદ્રકાન્તના ગાર્ડને ગોળી વાગી અને તેનું મૃત્યુ થયું.
જાણવા મળ્યા મુજબ હુમલો હોસ્પિટલના ઓપીડીમાં કરવામાં આવ્યો. અહીંયા ચંદ્રકાન્ત પોતાના બોડીગાર્ડ સાથે મોજૂદ હતાં. આ દરમિયાન બુરખો પહેરીને આવેલી એક વ્યકિતએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગમાં ચંદ્રકાન્ત ઇજાગ્રસ્ત થઇ ગયા જ્યારે તેમના બોડીગાર્ડનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. હુમલાખોર બોડીગાર્ડનું હથિયાર પણ લઇને નાસી ગયો.
હોસ્પિટલમાં હુમલો થતાની સાથે જ અફરાતફરી મચી ગઇ. આ મોકાનો લાભ ઉઠાવીને હુમલાખોર ફરાર થવામાં સફળ રહ્યો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શકિયું કે હુમલો કરનાર પુરુષ હતો કે મહિલા. હાલ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી છે અને સઘન તપાસ આદરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY