રાજપીપળા શહેર માં પણ ચંદન ચોર નો પગ પેસારો…?!જુઓ આ અહેવાલ

0
175

રાજપીપળા દરબાર રોડ સ્તિથ લક્ષ્મીનારાયણ મંદિર માંથી વિસ વર્ષ જૂનું ચંદન નું વૃક્ષ ચોરો કાપી જતા ચકચાર

હિન્દૂ દેવસ્થાન કમિટી હસ્તક ચાલતા આ મંદિર માંથી ચંદન ના વૃક્ષ નું થડ ચોરટાઓ લઈ જતા ફરિયાદ ની તજવીજ હાથ ધરી

રાજપીપળા : રાજપીપળા ખાતે હિન્દૂ દેવસ્થાન કમિટી હસ્તક ચાલતા કેટલાક મંદિરો પૈકી દરબાર રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર ના કમ્પાઉન્ડ માંથી ગત રાત્રે ચંદન નું વિસ વર્ષ જૂનું વૃક્ષ કોઈકે કાપી નાખી ચંદન ના વૃક્ષ નું મુખ્ય થડ લઈ ચંદન ચોરો પલાયન થઈ જતા વહેલી સવારે જાણ થતા આ વાત વાયુવેગે ફેલાતા મંદિરના મહારાજ અને ટ્રસ્ટીઓ એ આ બાબતે ફરિયાદ આપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

સ્થળ પર જોતા ચંદન ના વૃક્ષ નું થડ કોઈ કટર થી કાપ્યું હોય એમ સ્થાનિકો નું અનુમાન છે ત્યારે રાજપીપળા ના પોશ ગણાતા અને ભરચક વિસ્તાર માંથી આમ અચાનક મોંઘુ મુલુ ચંદન નું વૃક્ષ કપાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.ત્યારે ચોરી કરનાર ચંદન ચોર કોણ હશે એ તરફ લોકો ની મીટ મંડાયેલી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY