શ્રીનગર,તા.૨૪
છેલ્લા ૨૩ દિવસમાં અગિયારથી વધુ કશ્મીરી યુવાનો ગૂમ થયાના અહેવાલ હતા અને પોલીસ તથા સિકિયોરિટી દળો માને છે કે આ યુવાનો આતંકવાદી જૂથોમાં ભળી ગયા હશે.
ગૂમ થયેલા મનાતા યુવાનોનાં નામ અને સરનામાં પોલીસે જાહેર કર્યાં હતાં. આ બધા યુવાનો સાઉથ કશ્મીરના છે. સિકિયોરિટી દળોએ સાઉથ કશ્મીરમાં કડક બંદોબસ્ત કર્યો છે અને યુવાનોને ગૂમરાહ થતા અટકાવવા એમનું કાઉન્સેલિંગ થઇ રહ્યું છે.
જમ્મુ કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક, રાજ્યના ડાયરેક્ટર જનરલ આૅફ પોલીસ દિલબાગ સિંઘ અને ભારતીય લશ્કરના અધિકારીઓ કહે છે કે છેલ્લા થોડા સમયથી કશ્મીરી યુવાનોની આતંકવાદી જૂથોમાં ભરતી અટકી છે. લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ કેટલાક યુવાનો હતાશાના કારણે ગૂમ થયા હોવાની શકીયતા હતી. આ યુવાનો કદાચ આતંકવાદી જૂથો સાથે જાડાઇ ગયા હોઇ શકે.
૨૦૧૬ના જુલાઇથી આતંકવાદી જૂથો સ્થાનિક યુવાનોને ભડકાવી રહ્યા છે. સામા પક્ષે સિકિયોરિટી દળો અને લશ્કરી અધિકારીઓ યૂવાનોને ગૂમરાહ થતાં અટકાવવા સતત કાઉન્સેલિંગ કરી રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




