શ્રીનગર,તા.૨૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મતોની ગણતરી શરૂ થવામાં હવે થોડાક કલાકોનો સમય બાકી છે, પરંતુ એક્ઝિટ પોલના પરિણામો સંકેત આપી રહ્યાં છે કે દેશમાં ફરી એક વાર વડાપ્રધાન મોદી સરકાર બનાવવાં જઇ રહ્યાં છે. આ પરિણામોની વિપક્ષમાં ડર પેસ્યો છે અને તેથી ઇવીએમ પર હંગામો શરૂ થઇ ગયો છે. આ જ ક્રમમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ ઇવીએમની સુરક્ષાને લઇને કેટલાક સવાલો ઉભાં કરી દીધાં છે.
મેહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે ઇવીએમ બદલાતા હોવાના મજબૂત અહેવાલ મળી રહ્યાં છે, પરંતુ અત્યાર સુધી ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા આપવામાં નથી આવી. તેમણે કહ્યું કે જે રીતે એક્ઝિટ પોલ બાદ લહેર બનાવવાની કોશીશ કરવામાં આવી છે, તે એક રીતે બીજા બાલાકોટની તૈયારી છે.
ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાં ભાજપ ને એકતરફી જીત મળવાના એંધાણ વર્તાયા બાદ વિરોધ પક્ષોએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યાં છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ઇવીએમ હેરફેર અને બદલવાનું ષડયંત્ર છે. આમ આદમી પાર્ટીએ પણ કહ્યું છે કે આ બધો ખેલ ઇવીએમ નો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




