અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથીઃ મહેબુબા મુફ્તી

0
71

ટ્રિપલ તલાક બિલ અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે
શ્રીનગર,તા.૩૧
પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે. તે અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે. એટલું જ નહીં આર્થિક રીતે પણ તેનાથી મહિલાઓ અને પુરુષો પ્રભાવિત થશે. પોતાના અંગત જીવનના અનુભવો જણાવતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે મારા લગ્ન પણ વધુ ન ટ્કયા અને મને મહેસૂસ થાય છે કે જા કોઈ મહિલાના લગ્ન તૂટે તો તેણે આર્થિક રીતે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.
તેમણે કહ્યું કે જ્યારે અમે મુસ્લિમ અનામતની વાત કરીએ છીએ તો ધાર્મિક આધાર પર ભાજપ તેને ફગાવી દે છે. પરંતુ જ્યારે આ પ્રકારના કાયદા (ટ્રિપલ તલાક બિલ)ની વાત સામે આવે છે તો તેઓ સંસદમાં બિલ રજુ કરે છે. તેમણે કહ્યું કે એક પણ મુસલમાન સાંસદ તેનું સમર્થન કરશે નહીં.
આ મુદ્દે બોલતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે બાબરી મસ્જિદ પર હજુ નિર્ણય આવ્યો નથી પરંતુ આમ છતાં તેઓ કહે છે કે મંદિર ત્યાં જ બનશે. તેમની પાસે જનમત નથી. સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને ખોટુ કરી રહીછે. શહેરો અને દ્વિપોના નામ બદલાઈ રહ્યાં છે. આ કોઈ સેવા નથી. આ ન તો દેશ સેવા છે અને ન તો હિંદુઓની સેવા છે. અમે ગાંધીના દેશ ભારતને જીયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY