જમ્મુ-કાશ્મીરમાં આકાશી સુનામીઃ બરફની ચાદર પથરાઈ,હાઈવે ઠપ્પ,સંપર્ક તૂટ્યો

0
7

કાજીગુંડમાં સામાન્ય તાપમાન શૂન્યથી ૦.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યું
૪૮ કલાક સુધી ભયાનક ઠંડી – હિમપાતની આગાહી,ગુલમર્ગમાં ૨ ફુટ બરફ,શ્રીનગરમાં ૧૦ ઇંચ બરફ પડયો
શ્રીનગર,તા.૫
કાશ્મીરમાં ૪૦ દિવસોમાં ઠંડીનો કહેર યથાવત રહેતા પહાડી વિસ્તારોમાં લોકો ઠંડીમાં થથરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. આ ઉપરાંત શુક્રવાર સાંજથી જ વિમાનોની અવર જવર પણ બંધ થઈ ગઈ હતી, જેથી જમ્મુ કાશ્મીરનો ઘાટી વિસ્તાર સંપર્ક વિહોણો થયો છે. કાશ્મીરમાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, હજુ હવામાનમાં કોઈ ફેરફાર થશે નહિ.
શ્રીનગરમાં ગુરુવારે રાતે સામાન્ય તાપમાન શૂન્યથી ૩.૨ ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતુ. દક્ષિણ કાશ્મીરનાં કાજીગુંડમાં સામાન્ય તાપામાન શૂન્યથી ૦.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયુ છે. જ્યારે કોકેરનાગ વિસ્તારમાં સામાન્ય તાપમાન શૂન્યથી ૧.૦ ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યું હતુ.
ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગ ઘાટીમાં સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. અહીં સામાન્ય તાપમાન શૂન્યથી ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધાયુ હતુ. જ્યારે અગાઉ રાતે તાપમાન શૂન્યથી ૮.૫ ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યું હતુ. ઉત્તર કાશ્મીરનાં કુપવાડામાં રાતનું સામાન્ય તાપમાન ૪.૬ ડિગ્રી અને પહલગામમાં તાપમાન શૂન્યથી ૬.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધાયુ હતુ.
ભારે હિમવર્ષાને કારણે શુક્રવારે સાંજે જવાહર ટનલથી કાશ્મીર જતા વાહનોને ઉધમપુર પાસે અટકાવી દેવાયા હતા. બંન્ને તરફથી હજારોની સંખ્યામાં વાહનો ફસાયા હતા. રાજધાની શ્રીનગર સહિત કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી પારો ગગડ્યો હતો.
રાજારી અને પૂંછ જિલ્લાને કાશ્મીર સાથે જાડનારો મુગલ રોડ ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારે પણ જમ્મુ-કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY