રક્ષામંત્રીજી,૩૬થી કામ નહી ચાલે ૨૦૦ રફાલ વિમાન એરફોર્સને આપો કેમ કે ખતરો વધ્યો છે

0
5

સામાન્ય ચૂંટણીઓ દૂર નથી,એપ્રિલ આવતા આવતા ચૂંટણીની પ્રક્રિયા શરુ થઈ જશે. વડાપ્રધાન મોદીએ તો ચૂંટણીઓ પ્રચારની શરુઆત કરી દીધી છે. પૂર્વોત્તરમાંતી તેમણે ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધુ છે. જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે સંસદમાં રક્ષા મંત્રી સિતારામન દેશની સુરક્ષા માટે રફાલ યુદ્ધ વિમાન દેશને જણાવ્યું કે ભારતના પડોશી ચીને પોતાના એરફોર્સમાં ૪૦૦ વિમાનોનો વધારો કર્યો છે. ભારતને અડીને બનેલા પાકિસ્તાને પણ એરફોર્સને બે ગણુ વધારે મજબૂત કર્યુ છે. જ્યારે કે ભારતે પોતાના એરફોર્સમાં ફક્ત ૩૬ રફાલ યુદ્ધ વિમાન જ વધાર્યા છે. તેમનો દાવો છે કે કોંગ્રેસની યૂપીએ સરકારે તો ફક્ત ૧૮ રફાલ ખરીદવાનું ઈચ્છયુ હતુ પરંતુ એનડીએની સરકારે તેને વધારીને ૧૮ યુદ્ધ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ એક સારી વાત છે કે એનડીએ સરકારે યૂપીએથી વધુ યુધ્ધ વિમાન ખરીદ્યા. પરંતુ સ્વયં રક્ષામંત્રીજી જે જાણકારી સંસદને દુશ્મન દેશોની આકાશી મારક ક્ષમતા અંગે આપી તે ચોંકાવનારી છે અને ભારતને માટે ચિંતાનો વિષય પણ હોઈ શકે છે.
રક્ષામંત્રીએ એ પણ કહ્યું કે ભારતના બે સ્કવોર્ડન ઓછા થઈ ગયા છે. એવામાં જ્યારે કે ચીનની પાસે ૪૦૦ વિમાન,પાકિસ્તાન પાસે ઘણા વધારે અને ભારતની પાસે ફક્ત ૩૬ રફાલ વિમાન…! આ આપણા દેશના એરફોર્સ માટે ના ઈન્સાફી છે. એરફોર્સે જ યૂપીએ સરકારને ૧૨૬ રફાલ યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ એનડીએ સરકારે ફક્ત ૩૬ વિમાન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તે અપૂરતો છે. ચીન અને પાકિસ્તાન પાસે જે એરફોર્સ તાકાત છે અને જેની જાણકારી ખુદ રક્ષામંત્રીએ સંસદમાં આપી છે. ત્યારે ભારતની વિમાની તાકાત વધારવા માટે એનડીએ સરકાર ૩૬ કે ૧૨૬ નહીં પરંતુ ૨૦૦ વિમાનનો કાફલાનો વધારો કરે કેમ કે કારગિલ યુધ્ધના સમયે આવા વિમાન ન હોવાથી ભારતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જા રફાલ જેવા વિમાનોનો કાફલો હોત તો કારગિલ યુધ્ધમાં ભારતને વધારે નુકસાન સહન ના કરવું પડત અને ૨૦૦ વિમાન ખરીદવા ભારત માટે કોઈ મોટી વાત નથી. ભારત આર્થિક રીતે પૂરતુ સક્ષમ છે.
ભારત જ્યારે બીજા દેશોને અબજા રૂપિયાની આર્થિક સહાય કરી શકે છે તો ૨૦૦ રફાલ ખરીદવા ભારતના ડાબા હાથનો ખેલ છે. જીએસટીથી સરકારની આવક વધી છે. દેશ આગળ વધી રહ્યો છે. જીડીપી પણ યૂપીએથી વધારે છે. એક રફાલ વિમાનની કિંમત ૬૭૦ કરોડ છે આ કિંમત રક્ષામંત્રીએ જ સંસદમાં બતાવી છે. ૨૦૦ રફાલ માટે એક લાખ ચોત્રીસ હજાર કરોડની જરૂર પડશે. ૩૬ વિમાન ખરીદ્યા છે એટલા માટે ૧૬૪ વિમાનો માટે સરકારે ફક્ત ૧ લાખ કરોડથી વધુની વ્યવસ્થા કરવાની છે. અને આ કાંઈ મુશ્કેલ નથી. એમ સમજા કે જીએસટીની એક મહિનાની આવક રફાલ અને દેશની સુરક્ષા માટે લગાવવાની છે. દેશની સુરક્ષાની વાત હોય તો દેશવાસીઓ પેટ્રોલ-ડિઝલ ઉપર પ્રતિ લિટર એક રૂપિયો વધુ આપવા માટે તૈયાર થઈ જશે. મોટા મોટા કોર્પોરેટ હાઉસ પણ દેશને માટે આગળ આવશે. એવામાં ૧૬૪ રફાલ વિમાન અને વધુ ખરીદવા સહેલા છે. ત્યારે ફ્રાન્સની દસોલ્ટ કંપનીને બારત સરકારે આૅર્ડર આપે કે અમારે ૧૬૪ રફાલ વધુ જાઈએ. ચીનની પાસે ૪૦૦ વિમાનોની સામે ૩૬ વિમિાન તો બચ્ચા સમાન છે. ચીનથી ઓછામાં ઓછા અડધા રફાલ તો ભારતની પાસે હોવા જાઈએ. રક્ષામંત્રીજી કૃપા કરીને ભારતને ચીન-પાકિસ્તાનથી બચાવવા માટે ૨૦૦ રફાલ વિમાનનો કાફલો દેશના એરફોર્સમાં વધારો કરે. કેમ કે દુશ્મનને ક્યારેય કમજાર માનવો ન જાઈએ. તો મંત્રી મહોદયાજી આપ ક્યારે પ્રાન્સનો પ્રવાસ કરશો…? પક્ષ નહીં દેશ બધાથી ઉપર..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY