શ્રીનગર,તા.૫
શ્રીનગરના બેમીના વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોના ગુંગળાઈ જવાને કારણે મોત નીપજવાની દુર્ઘટના સર્જાઈ છે. પાંચેય લોકોના મોતની પાછળ મકાનમાં રાખવામાં આવેલી અંગીઠીનો ધુમાડો કારણભૂત હોવાની શક્્યતા છે. મરનારા પાંચ લોકોમાં બે બાળકો પણ સામેલ છે. શ્રીનગરના બેમીના વિસ્તારની મન્સૂર કોલોનીમાં આ પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. જમ્મુ-કાશ્મીર હાલ કડકડતી ઠંડીની ઝપટમાં છે.
આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે અંગીઠી સળગાવીને પરિવારના તમામ સદસ્યો સુઈ રહ્યા હતા. ધુમાડામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે પાંચેયના મોત નીપજ્યા હોવાની શક્્યતા છે. આ દુર્ઘટના પર જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તિએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગુંગળાવાને કારણે મોત નીપજવાની ઘટનાથી તેઓ ઘણાં દુખી છે. આશા છે કે પ્રશાસન તમામ મૃતકોને ઝડપથી તંગધાર પહોંચાડવાની વ્યવસ્થા કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



